News of Tuesday, 24th February 2026
અનિલ અંબાણીના આ પાવર શેરોમાં રોકાણકારોના પૈસાનો સફાયો થઈ ગયો, સ્ટોક પ્રાઈઝ ૯૦% થી વધુ ગગડી ગયો

મુંબઇ, તા.૨૪: અનિલ અંબાણીની માલિકીની પાવર કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ઘટી રહ્યા છે. મંગળવારે રિલાયન્સ પાવરના શેર રૂપિયા ૨૫.૬૧ પર આવી ગયા છે. કંપનીના શેર માટે આ એક નવો નીચો ભાવ છે. રિલાયન્સ પાવરના શેર મે, ૨૦૦૮ના સ્તરથી ૯૦ ટકાથી વધુ ઘટયો છે. છેલ્લા ૬ મહિનામાં પાવર કંપનીના શેર ૪૪ ટકાથી વધુ ઘટયા છે. રિલાયન્સ પાવરના શેરનું ૫૨ અઠવાડિયાનું ઉચી સપાટી રૂપિયા ૭૬.૪૯ છે.
રિલાયન્સ પાવરના શેર ૯૦% થી વધુ ઘટયા છેઃ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર ૯૦% થી વધુ ઘટયા છે. ૨૩ મે, ૨૦૦૮ ના રોજ રિલાયન્સ પાવરના શેર રૂ.૨૭૪.૮૧ પર હતા. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ કંપનીના શેર ઘટીને રૂ.૨૫.૫૫ પર આવી ગયા. છેલ્લા ત્રણ મહિનામાં રિલાયન્સ પાવરના શેર ૩૩% ઘટયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં, કંપનીના શેર ૨૫% થી વધુ ઘટયા છે. રિલાયન્સ પાવરનું માર્કેટ કેપ સોમવાર, ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ રૂ.૧૦,૭૧૫ કરોડથી નીચે આવી ગયું.
રિલાયન્સ પાવરે અગાઉ તેના શેરધારકોને બોનસ શેર ભેટમાં આપી દીધા હતી. મે ૨૦૦૮માં કંપનીએ ૩:૫ ના રેશિયોમાં બોનસ શેરનું વિતરણ કર્યાં હતા. એટલે કે કંપનીએ દરેક ૫ શેર માટે ૩ બોનસ શેરનું વિતરણ કર્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૫ ક્વાર્ટરના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ પ્રમોટર્સ કંપનીના હિસ્સાના ૨૪.૯૮ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે જાહેર શેરહોલ્ડિંગ ૭૫.૦૨ ટકા છે
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
