News of Tuesday, 24th February 2026
પશ્ચિમ બંગાળ SIR કેસ : બે અન્ય રાજ્યોના અધિકારીઓનો સમાવેશ થશે : સુપ્રીમ કોર્ટે નવી માર્ગદર્શિકા જારી કરી
૨૮ ફેબ્રુઆરીએ અંતિમ યાદી જાહેર કરવા આદેશ મમતા બેનર્જીના વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટને ઝારખંડ અને ઓડિશાથી પણ ન્યાયિક અધિકારીઓ બોલાવવાની છૂટ આપી

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં આગામી ચૂંટણીઓ પહેલાં મતદાર યાદીમાં ગેરરીતિ અને નામો કાઢી નાખવા અંગે ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે બંગાળમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કોર્ટે અવલોકન કર્યું કે રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે 'વિશ્વાસનો અભાવ' હોવાથી, હવે મતદારોના દાવા અને વાંધાઓની તપાસનું કામ ન્યાયિક અધિકારીઓ સંભાળશે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કોર્ટે ન્યાયિક અધિકારીઓના પૂલનો વિસ્તાર કર્યો છે, જેમાં હવે ૩ વર્ષનો અનુભવ ધરાવતા સિવિલ જજોનો પણ સમાવેશ કરવામાં આવશે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શરૂઆતથી જ આ લ્ત્ય્ પ્રક્રિયાનો સખત વિરોધ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે લાખો બંગાળી મતદારોના નામ યાદીમાંથી કાઢી રહ્યું છે. આ મામલો જ્યારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે સ્પષ્ટ કર્યું કે લોકશાહીમાં મતદાર યાદીની પવિત્રતા સૌથી ઉપર છે. કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના પત્રને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે હવે પડોશી રાજ્યો જેવા કે ઝારખંડ અને ઓડિશાથી પણ ન્યાયિક અધિકારીઓને બોલાવવાની મંજૂરી આપી છે જેથી ૮૦ લાખ જેટલા પેન્ડિંગ કેસોનો નિકાલ વહેલી તકે કરી શકાય.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો છે કે ૨૮ ફેબ્રુઆરી સુધીમાં ચકાસાયેલા નામો સાથેની અંતિમ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવે. જે નામોની ચકાસણી બાકી રહી જશે, તેમના માટે બાદમાં ‘સપ્લીમેન્ટરી લિસ્ટ' (પૂરક યાદી) બહાર પાડવામાં આવશે. કોર્ટે પોતાની વિશેષ સત્તા (કલમ ૧૪૨) નો ઉપયોગ કરીને જાહેર કર્યું છે કે આ પૂરક યાદીમાં સમાવિષ્ટ મતદારો પણ ૨૮ ફેબ્રુઆરીની મૂળ યાદીનો જ ભાગ ગણાશે, જેથી કોઈ પણ પાત્ર મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય.
હાલમાં પヘમિ બંગાળમાં આશરે ૨૫૦ થી વધુ ન્યાયિક અધિકારીઓ દિવસ-રાત એક કરીને દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છે. આ પ્રક્રિયા માટે રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકોને ન્યાયિક અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપવા આદેશ અપાયો છે. મમતા બેનર્જીની સરકાર માટે આ ચુકાદો મિશ્ર પ્રતિસાદ સમાન છે; એકતરફ તેમની ન્યાયિક દેખરેખની માંગ સ્વીકારાઈ છે, તો બીજી તરફ પ્રક્રિયા અટકાવવાની તેમની કોશિશને કોર્ટે ફગાવી દીધી છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
