<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ગોદાવરી નદીના પટમાં સોનું શોધવા સેંકડો લોકો ઉતરી પડયા

પૈઠણમાં ગોદાવરી કાંઠે ટોળેટોળાં જામ્‍યાં : મરણોત્તર વિધિ વખતે નદીમાં સોનું પધરાવવાનો રિવાજ જળસપાટી ઘટતાં સોનું મળવાની આશાએ લોકોનો ધસારો

મુંબઈ,તા.૨૫: છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) નજીકની પવિત્ર તીર્થનગરી પૈઠણ પાસેથી વહેતીસ ગોદાવરી નદીની સપાટી નીચે ઉતરકતા સેંકડો લોકો સૂપડા, ચારણી અને જાળ લઈને સોનું અને કિમતી ચીજો શોધવા માટે નદીમાં ઉતરી પડ્‍યા હતા. ગામેગામથી દોડી આવેલા લોકોના આ 'ગોલ્‍ડ રશ'ની વિડિયો સોશ્‍યલ મિડિયામાં વાઈરલ થતાની સાથે જ આસપાસના ગામોમાંથી પણ કેટલાય લોકો દોડી આવ્‍યા હતા.

પૈઠણ પોલીસે જણાવ્‍યું હતું કે જ્‍યારે નદીમાં પાણીનો પ્રવાહ ઓસરે અને સપાટી નીચી જાય ત્‍યારે આવી જ રીતે લોકો સોનું શોદવા માટે નદીના પટમાં ઉતરી પડે છે.

પૈઠણ સાંસ્‍કૃતિક અને તીર્થનગરી છે. સંત એકનાથ મહારાજની ભૂમિ છે. મહારાષ્ટ્રના દૂરદૂરના ગામેથી ઘણાં લોકો પોતાના સ્‍વજનોની મરણોત્તર વિધિ માટે આવે છે. આ વિધિ વખતે સોનું, સિક્કા & અને કિમતી ચીજો નદીમાં પધરાવવાનો રિવાજ છે. એટલે જ્‍યારે ડેમમાંથી ઓછું પાણી છોડવામાં આવે અને નદીની સપાટી નીચી જાય ત્‍યારે લોકો ચારણી, નેતરના સૂપડાં અને નાની નેટ (જાળ) લઈને કમર સમાણા પાણીમાં ઉતરી પડે છે. નદીમાંથી કાદવ અને રેતી ઉલેચીને કિમતી ચીજો શોધે છે. જેને કિમતી ચીજો મળે તેને તેઓ નદી તરફથી ભેટ ગણે છે. પૈઠણવાસીઓએ જણાવ્‍યું હતું કે અમારા માટે આ દ્રશ્‍ય કાંઈ નવી નવાઈનું નથી. નદીની સપાટી નીચી જાય ત્‍યારે આ જ રીતે લોકો સોનું ગોતવા પાણીમાં ઠેકી પડે છે.

 

(10:02 AM IST)