News of Wednesday, 25th February 2026
મોદીમય બન્યું ઇઝરાયલઃ એરપોર્ટ પર પ્રોટોકોલ તોડી નેતન્યાહૂ દંપતી કરશે પીએમ મોદીનું ‘રેડ કાર્પેટ' સ્વાગત
ઇઝરાયલી સંસદ ત્રિરંગાથી ઝળહળીઃ સ્વાગત માટે યહૂદી રાષ્ટ્ર આતુરઃ નેસેટમાં ગુંજશે ભારતનો અવાજઃ જેરુસલેમ પોસ્ટે પ્રથમ પાના પર હિન્દીમાં વધાવ્યું પીએમ મોદીનું આગમન : બે દિવસીય ઐતિહાસિક મુલાકાતનો પ્રારંભઃ જેરુસલેમમાં ગાઢ મિત્રતાનો અદભૂત નજારોઃ અને પીએમ નેતન્યાહૂના નિવાસે યોજાશે ખાસ ‘ડિનર ડિપ્લોમસી': સંરક્ષણ અને હાઈ-ટેક ટેકનોલોજીમાં થશે ઐતિહાસિક સમજૂતીઓ

જેરુસલેમ, તા.૨૫: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાતે માત્ર રાજદ્વારી ગલિયારાઓમાં જ નહીં, પરંતુ સમગ્ર ઇઝરાયલની શેરીઓમાં અને અખબારોની હેડલાઇન્સમાં ભારે ઉત્તેજના જગાવી છે. ઇઝરાયલની સંસદ નેસેટને ભારતીય ત્રિરંગાના રંગોથી રોશનીબદ્ધ કરવામાં આવી છે, જે ભારત પ્રત્યેના સન્માન અને અતૂટ મિત્રતાનું પ્રતીક છે. ઇઝરાયલી સ્પીકર અમીર ઓહાનાએ આ ભવ્ય નજારાને સોશિયલ મીડિયા પર શેર કરતા જણાવ્યું હતું કે, આ રોશની બે મહાન લોકશાહી દેશોના મિલનનો ઉત્સવ છે. પીએમ મોદીની આ મુલાકાતને લઈને ઇઝરાયલી મીડિયામાં પણ જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે, જ્યાં ધ જેરુસલેમ પોસ્ટ જેવા અગ્રણી અખબારે પોતાના ફ્રન્ટ પેજ પર હિન્દી અને હિબ્રુમાં નમસ્તે લખીને આ પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે.
આ મુલાકાત દરમિયાન ભારત અને ઇઝરાયલ પોતાના સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ જશે, જે અત્યાર સુધી ઇઝરાયલના માત્ર અમેરિકા અને જર્મની જેવા અત્યંત નજીકના દેશો સાથે જ રહ્યા છે. આ અપગ્રેડેશનનો અર્થ એ છે કે હવે બંને દેશો માત્ર વસ્તુઓની ખરીદ-વેચાણ પૂરતા મર્યાદિત નહીં રહે, પરંતુ અદ્યતન સંરક્ષણ પ્રણાલીઓ અને હથિયારોનું સંયુક્ત રીતે નિર્માણ કરશે. સંરક્ષણ સહયોગમાં આ મોટો ઉછાળો ભારતની સુરક્ષા જરૂરિયાતોને નવી દિશા આપશે અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને વૈશ્વિક ટેકનોલોજીનો સાથ મળશે.
પોતાના ખાસ મિત્ર બેન્જામિન નેતન્યાહૂના ઉષ્માભર્યા આમંત્રણનો સ્વીકાર કરતા પીએમ મોદીએ ભારત-ઈઝરાયલની વ્યૂહાત્મક ભાગીદારીને ગતિશીલ ગણાવી હતી. છેલ્લા નવ વર્ષમાં તેમની આ બીજી મુલાકાત છે, જે સાબિત કરે છે કે પヘમિ એશિયાના આ મિત્ર દેશ સાથે ભારતના સંબંધો માત્ર કાગળ પર નહીં પણ જમીન સ્તરે મજબૂત છે. કળષિથી લઈને સંરક્ષણ સુધીના ક્ષેત્રોમાં બંને દેશો હવે ખભેખભો મિલાવીને આગળ વધવા માટે તૈયાર છે.
વડાપ્રધાનના શબ્દોમાં કહીએ તો, આ મુલાકાતનો હેતુ માત્ર જૂના સંબંધોને તાજા કરવાનો નથી, પરંતુ ભવિષ્ય માટે નવા લક્ષ્યો નિર્ધારિત કરવાનો છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે, ઈઝરાયલી સંસદને સંબોધન કરવું એ આપણા બંને દેશોના લોકશાહી મૂલ્યોને એક મોટી શ્રદ્ધાંજલિ છે. આ મુલાકાત દરમિયાન અનેક હાઈ-ટેક સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની પણ પૂરી સંભાવના છે, જે ભારતના વિકાસને નવી રફ્તાર આપશે.
પીએમ મોદી અને તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં કળષિ, પાણી વ્યવસ્થાપન અને વિજ્ઞાન-ટેકનોલોજી જેવા જીવનરક્ષક ક્ષેત્રો પર પણ ભાર મૂકવામાં આવશે. ઇઝરાયલની જળ સંરક્ષણ પદ્ધતિઓ અને રણપ્રદેશમાં ખેતી કરવાની અદ્યતન ટેકનિકો ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે તેમ છે. આ ઉપરાંત, બંને નેતાઓ આતંકવાદ સામે લડવા અને સાયબર સુરક્ષા જેવા સળગતા મુદ્દાઓ પર પણ એક મજબૂત રોડમેપ તૈયાર કરશે. પીએમ મોદી ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે પણ મુલાકાત કરીને બંને રાષ્ટ્રોના સાંસ્કળતિક અને ઐતિહાસિક જોડાણને મજબૂત બનાવશે.વડાપ્રધાન મોદીનું નેસેટ (ઇઝરાયલી સંસદ) માં સંબોધન એ આ મુલાકાતનું સૌથી આકર્ષક પાસું છે, કારણ કે તેઓ આવું કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. આ સંબોધન દ્વારા તેઓ વિશ્વને સંદેશ આપશે કે ભારત અને ઇઝરાયલ માત્ર વેપારી ભાગીદારો નથી, પરંતુ આધુનિક પડકારો સામે લડતા બે પ્રાચીન રાષ્ટ્રો છે. જ્યારે પીએમ મોદી ત્યાંના ભારતીય સમુદાયને મળશે, ત્યારે તે ભાવનાત્મક પળો ભારત-ઇઝરાયલના લોકોથી લોકો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ આપશે. આ મુલાકાત નિઃશંકપણે આવનારા દાયકાઓ માટે દ્વિપક્ષીય મૈત્રીનો પાયો વધુ મજબૂત બનાવશે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
