<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

પ જાણીતી ઓટીટી પ્લેટફોર્મ ઉપર અશ્લિલ સામગ્રી પીરસતા પ્રતિબંધ

કેન્દ્ર સરકાર પાસે રાષ્ટ્રીય હિત અને નૈતિકતાના આધારે અોનલાઇન કન્ટેન્ટ બ્લોક કરવાની સતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અશ્લીલ અને વાંધાજનક સામગ્રી (કન્ટેન્ટ) પીરસતા ડિજિટલ પ્લેટફોર્મ્સ વિરુદ્ધ લાલ આંખ કરી છે. મંગળવારે ઍક મોટી કાર્યવાહી કરતા સરકારે પાંચ જાણીતા બ્વ્વ્ પ્લેટફોર્મ્સને બ્લોક કરી દીધા છે.

કાયદાકીય કાર્યવાહી

અને બ્લોકિંગ

કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે અશ્લીલ અને અભદ્ર કન્ટેન્ટ પ્રસારિત કરવા બદલ પાંચ OTT પ્લેટફોર્મ્સને તાત્કાલિક અસરથી બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી સૂચના ટેકનોલોજી (IT) અધિનિયમ, ૨૦૦૦ ની કલમ ૬૯ખ્ હેઠળ કરવામાં આવી છે. આ કલમ સરકારને રાષ્ટ્રીય હિત અને જાહેર નૈતિકતાના આધારે ઓનલાઈન કન્ટેન્ટ બ્લોક કરવાની સત્તા આપે છે.

કયા પ્લેટફોર્મ્સ થયા બ્લોક?

સરકારે જે પાંચ બ્વ્વ્  પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં નીચે મુજબના નામો સામેલ છેઃ

૧. મૂડઍક્સવીઆઈપી (MoodXvip)    ૨. કોયલ પ્લેપ્રો (Koyal PlayPro)

૩. ડીજી મૂવીપ્લેક્સ (Digi Movieplex)    ૪. ફીલ (Feel)

૫. જુગનુ (Jugnu)    કાર્યવાહીનું મુખ્ય કારણ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ્સ પર પીરસવામાં આવતું કન્ટેન્ટ જાહેર શાલીનતા અને નૈતિકતાના ધોરણોનું ઉલ્લંઘન કરતું હતું. સરકાર દ્વારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (IPS) ને આ પ્લેટફોર્મ્સની ઍક્સેસ બંધ કરવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નૈતિક પત્રકારત્વ અને સામાજિક મૂલ્યો જળવાઈ રહે તે હેતુથી આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

(3:00 PM IST)