<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ટ્રમ્‍પનું ભાષણ કે જૂઠાણાનો પિટારો? ૧૦૭ મિનિટમાં ૨૦થી વધુ ખોટા દાવાઓની પોલ ખૂલી

ભારત-પાક યુદ્ધ રોકવાથી લઈને ઈંડાના ભાવ ઘટાડવા સુધીના દાવાઓ ફેક્‍ટ-ચેકમાં ખોટા સાબિત થયા

વોશિંગ્‍ટન, તા.૨૫: અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તાજેતરમાં આપેલા સ્‍ટેટ ઓફ ધ યુનિયન સંબોધને ઈતિહાસ રચી દીધો છે, પરંતુ આ રેકોર્ડ તેમની વાકપટુતા માટે નહીં પણ તેમના દ્વારા કરવામાં આવેલા આヘર્યજનક દાવાઓ માટે ચર્ચામાં છે. ૧૦૭ મિનિટ સુધી ચાલેલા આ લાંબા ભાષણમાં ટ્રમ્‍પે દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેનું યુદ્ધ રોકયું છે. ટ્રમ્‍પના મતે તેમણે કુલ આઠ યુદ્ધોનો અંત આણ્‍યો છે. જોકે, આ દાવાએ રાજદ્વારી વર્તુળોમાં હાસ્‍ય અને આヘર્ય બંને ફેલાવ્‍યા છે, કારણ કે ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે હાલમાં કોઈ સત્તાવાર યુદ્ધ ચાલતું જ નહોતું જેને રોકવાની જરૂર પડે. જ્‍યારે આ ભાષણનો લેખિત દસ્‍તાવેજ બહાર આવ્‍યો ત્‍યારે તેમાં પણ ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી.

સ્‍થાનિક મુદ્દાઓ પર પણ ટ્રમ્‍પની ગપ્‍પાબાજી અટકી નહોતી. તેમણે વોશિંગ્‍ટન ડી.સી.ને ગુનામુક્‍ત જાહેર કરી દીધું, જ્‍યારે મેટ્રોપોલિટન પોલીસના સત્તાવાર આંકડા કહી રહ્યા છે કે ૨૦૨૬માં ગંભીર ગુનાઓમાં ઉલટાનો વધારો થયો છે. મોંઘવારીના મુદ્દે મધ્‍યમ વર્ગને રીઝવવા માટે તેમણે એવો દાવો કર્યો કે તેમના શાસનમાં ઈંડાના ભાવમાં ૬૦ ટકાનો તોતિંગ ઘટાડો થયો છે અને બીફ સસ્‍તું થયું છે. હકીકતમાં, યુએસ શ્રમ વિભાગના ડેટા મુજબ બીફના ભાવમાં વધારો નોંધાયો છે અને ઈંડાના ભાવમાં આવો કોઈ મોટો ઘટાડો જોવા મળ્‍યો નથી. આ બાબતે સોશિયલ મીડિયા પર ટ્રમ્‍પને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

ભ્રષ્ટાચાર અને ઈમિગ્રેશનના મુદ્દે પણ ટ્રમ્‍પે આંકડાઓની માયાજાળ રચી હતી. તેમણે મિસૌલામાં સોમાલી સમુદાય દ્વારા ૧૯ અબજ ડોલરના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્‍યો, જેની સામે ડેમોક્રેટિક સાંસદ ઇલ્‍હાન ઓમરે સ્‍ટેજ પર જ તેમને જૂઠા કહીને પડકાર્યા હતા. જસ્‍ટિસ ડિપાર્ટમેન્‍ટના રિપોર્ટ મુજબ આ રકમ માત્ર ૧ અબજ ડોલરની આસપાસ છે. તે જ રીતે, બિડેન વહીવટ દરમિયાન ૧ કરોડ ગુનેગારો અમેરિકામાં ઘૂસી આવ્‍યા હોવાનો તેમનો દાવો પણ કોઈ પણ સરકારી એજન્‍સીના રિપોર્ટ સાથે સુસંગત નથી. ટ્રમ્‍પના આ આક્રમક તેવરે સંસદમાં ડેમોક્રેટ્‍સ અને રિપબ્‍લિકન વચ્‍ચે તીખી તકરાર જન્‍માવી હતી

(3:28 PM IST)