હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 25th February 2026
ઉજજૈનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન શરૂ

રાજકોટ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું બે દિવસીય રાષ્ટ્રીય મહાસંમેલનની શરૂઆત આજરોજ ઉજ્જૈન ખાતે ડૉ.પ્રવીણ તોગડિયાના નેતળત્વ અને માર્ગદર્શન હેઠળ શરૂ થયું. દેશ વિદેશથી હજારો કાર્યકરોની હાજરીમાં યોજાયેલા આ સંમેલનને સંગઠનના વિવિધ હોદેદારોએ સંબોધન કર્યું હતું. હિન્દુત્વનો વિકાસ,ગૌહત્યા,જનસંખ્યા સંતુલન જેવા મુદ્દાઓ પર વકતવ્ય આપ્યા હતા. આ સંમેલનમાં રાજકોટથી રસિકભાઈ સોલંકી,મનીષભાઈ ટાંક, ભાવેશ આચાર્ય તેમજ અન્યો હાજર રહ્યા હતા. સંમેલનના ભોજન બાદના સત્રમાં સંગઠનના માર્ગદર્શક ડૉ. પ્રવિણભાઇ તોગડિયાની આગેવાનીમાં સંમેલન સ્થળથી કાર્યકરોએ મહાકાલેશ્વર મંદિર સુધી પદયાત્રા કરી હતી.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
