કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
પીએમ મોદીના ઈઝરાયેલ પ્રવાસથી ઈસ્લામિક દેશોના પેટમાં તેલ રેડાયું! નેતન્યાહુના એક નિવેદને પાકિસ્તાન સહિતના દેશોમાં મચાવી ખલબલી
તેલ અવીવ એરપોર્ટ પર મોદીનું ભવ્ય સ્વાગત: સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે આ મુલાકાત; મુસ્લિમ દેશોના મીડિયામાં ભારત-ઈઝરાયેલની દોસ્તી ચર્ચાના ચગડોળે

તેલ અવીવ:ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બુધવારથી ઈઝરાયેલના બે દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે પહોંચી ગયા છે. પીએમ મોદી જ્યારે તેલ અવીવ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પ્રોટોકોલ તોડીને પોતાની પત્ની સારા સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જોકે, પીએમ મોદીની આ મુલાકાતે પડોશી દેશ પાકિસ્તાન સહિત ઘણા ઇસ્લામિક દેશોની ઊંઘ ઉડાડી દીધી છે.
વડાપ્રધાન મોદીના પહોંચતા પહેલા જ બેન્જામિન નેતન્યાહુએ ભારત અને ઈઝરાયેલના સંબંધોને લઈને એક પ્રભાવશાળી નિવેદન આપ્યું હતું, જેના કારણે ઈસ્લામિક દેશોની મીડિયામાં જોરદાર ચર્ચા અને આશંકાઓ જાગી છે. આ દેશોને ડર છે કે ભારત અને ઈઝરાયેલ વચ્ચે વધતી જતી સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારી દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વના સમીકરણો બદલી નાખશે. ખાસ કરીને પાકિસ્તાની મીડિયામાં પીએમ મોદીના આ પ્રવાસને લઈને ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે.
આ મુલાકાત પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત માટે અત્યંત મહત્વના એવા ઈઝરાયેલ સાથે સંરક્ષણ અને વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. ભારત લાંબા સમયથી ઈઝરાયેલ પાસેથી અત્યાધુનિક સંરક્ષણ સાધનો અને કૃષિ ટેકનોલોજી મેળવી રહ્યું છે, હવે આ મુલાકાત બાદ અનેક મોટા સોદાઓ પર મહોર વાગે તેવી શક્યતા છે.
એક તરફ જ્યારે આ મુલાકાતને ભારતની ડિપ્લોમેટિક જીત માનવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ દેશના વિરોધ પક્ષોએ તેની ટીકા કરી છે. ડાબેરી પક્ષોએ પીએમ મોદીના આ પ્રવાસને લઈને સવાલો ઉઠાવ્યા છે, જેના જવાબમાં ભાજપે જ્યોતિ બસુની જૂની ઈઝરાયેલ મુલાકાત યાદ અપાવી વળતો પ્રહાર કર્યો છે. આ પ્રવાસ માત્ર આર્થિક જ નહીં પણ વૈશ્વિક રાજનીતિની દ્રષ્ટિએ પણ ભારત માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
