News of Wednesday, 25th February 2026
નરેન્દ્રભાઈના ૨૦ મિનિટના ભાષણ દરમિયાન ઇઝરાયેલના સાંસદોએ કુલ ૧૨ થી વધુ વખત જોરદાર તાલીઓ પાડીને તેમના શબ્દોને વધાવ્યા
ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સહિત સંસદના તમામ સભ્યોએ પોતાની બેઠક પરથી ઊભા થઈને ભારતના વડાપ્રધાનને 'સ્ટેન્ડિંગ ઓવેશન' આપ્યું હતું

ઇઝરાયેલની સંસદ 'નેસેટ'માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધન દરમિયાન અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમના આશરે ૨૦ મિનિટના ભાષણ દરમિયાન ઇઝરાયેલના સાંસદોએ કુલ ૧૨ થી વધુ વખત જોરદાર તાલીઓ પાડીને તેમના શબ્દોને વધાવ્યા હતા.
જ્યારે પણ નરેન્દ્રભાઈ મોદીએ આતંકવાદ સામે ભારત અને ઇઝરાયેલના સહયોગ અથવા ભારતની અતૂટ મિત્રતાની વાત કરી, ત્યારે આખી સંસદ તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠી હતી.
ખાસ કરીને, જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ સંસદમાં પ્રવેશ કર્યો અને જ્યારે તેમણે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું, ત્યારે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સહિત સંસદના તમામ સભ્યોએ પોતાની બેઠક પરથી ઊભા થઈને તેમને 'સ્ટેન્ડિંગ ઓવેશન' (ઊભા થઈને સન્માન) આપ્યું હતું.
સંસદના સભ્યોએ લાંબા સમય સુધી તાલીઓ પાડીને નરેન્દ્રભાઈ મોદીનું અભિવાદન ઝીલ્યું હતું, જે ભારત અને ઇઝરાયેલ વચ્ચેના ગાઢ અને મજબૂત રાજદ્વારી સંબંધોનું પ્રતિક માનવામાં આવે છે
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
