બોટાદ-ભાવનગર-અમરેલી જીલ્લામાં બોણીમાં મેઘરાજાનું તોફાની બેટીંગ : ૪ થી ૧પ ઇંચ : ગઢડા-૧પ, શિહોર-પાલીતાણા-૧ર, બોટાદ-જેશર-ઉમરાળામાં ૧૧, સાવરકુંડલા-૧૦, મહુવા-૯, રાજુલા-૮, અમરેલી-લીલીયા-૭, ચોટીલા-તળાજા-ગારીયાધાર-વિંછીયામાં ૬ ઇંચ : મોરબી-રાજકોટ-જુનાગઢ જીલ્લામાં મેઘરાજાના મંડાણ : હળવો-ભારે વરસાદ વરસ્યોઃ કચ્છમાં ૧ થી ૪ ઇંચ વરસાદ પડયો: જસદણ-સાયલા-ટંકારા-ચુડા-થાનગઢ-મુળી-જુનાગઢમાં ૪ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી: નદીઓમાં ઘોડાપુર-રસ્તાઓ ડાઇવર્ટ-મકાનો ધરાશાયી : મેઘરાજાએ ભુક્કા બોલાવી દીધા11:09 AM IST
જય જિનેન્દ્ર... જબ તક સુરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા... : વિજયભાઈની અંતિમયાત્રામાં આકાશમાંથી જળવર્ષા અને આંખોમાંથી અશ્રુવર્ષાના હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા : અમિતભાઈ શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, વજુભાઈ વાળા, ભુપેન્દ્રભાઈ પટેલ, સી.આર.પાટીલ, પુરષોત્તમભાઈ રૂપાલા, નીતિનભાઈ પટેલ સહિતના નેતાઓની ઉપસ્થિતિઃ હજારોની સંખ્યામાં લોકો સ્મશાનયાત્રામાં જોડાયાઃ ઋષભ રૂપાણીએ મુખાગ્નિ આપી : પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન2:56 PM IST
ઇઝરાયલ ઈરાન પર હુમલો કરવા માંગે છે તે MOP શું છે? પરમાણુ થાણાઓનો નાશ કરવા અમેરિકાની મદદ માંગી : ઇઝરાયલ ઇરાનના પરમાણુ સ્થળોનો નાશ કરવા માટે યુએસ-નિર્મિત મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) શોધી રહ્યું છે. ઇઝરાયલ તેહરાનથી 125 કિમી દૂર આવેલા ફોર્ડો ફ્યુઅલ એનરિચમેન્ટ પ્લાન્ટનો નાશ કરવા માંગે છે, જે 300 ફૂટની ઊંડાઈએ બનેલો છે. નિષ્ણાતોના મતે, ફક્ત 14-ટન MOP જ તેને નુકસાન પહોંચાડી શકે છે.1:14 AM IST
ઇન્ડોનેશિયામાં માઉન્ટ લેવોટોબી જ્વાળામુખી ફાટ્યો : હજારો ફૂટ ઊંચે રાખનો ગુડગુડાટ : દૂર દૂર સુધી દેખાયો ભયાવહ દ્રશ્ય! : ફ્લોરેસ ટાપુ પર સ્થિત માઉન્ટ લેવોટોબી લાકી-લાકીમાંથી 5,000 મીટર સુધી ધૂળ અને રાખનો પ્લુમ : તાત્કાલિક કોઈ જાનહાનિના અહેવાલ નહીં : ગત વર્ષે પણ આ જ જ્વાળામુખીના વિસ્ફોટમાં 10ના મોત થયા હતા : તંત્ર દ્વારા એલર્ટ12:31 AM IST
ગુજરાતમાં ભારે વરસાદનું જોર ઘટશે: ચક્રવાતી હવાઓની અસરથી અન્ય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી: સ્કાયમેટ : નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દિશામાં સરકી રહ્યો હોવાથી, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું થશે: જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની પુરી શક્યતા: પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તરી છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા: દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં હળવો વરસાદ થઈ શકે છે: જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ રહેશે12:09 AM IST
ઝેરોધાની નવી પહેલ : જૂના શેર સર્ટિફિકેટને ડિમટીરિયલાઇઝ કરવા મફત મદદ : બિન-ગ્રાહકોને પણ મળશે સહાય! : ભારતની સૌથી મોટી રિટેલ બ્રોકરેજ કંપનીએ વારસાગત રોકાણોને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવા માટે ખાસ ટીમ બનાવી : નિતીન કામથે જણાવ્યું કે સેબીના નવા નિયમો હેઠળ ભૌતિક શેરનું ટ્રાન્સફર પ્રતિબંધિત : લાખો રોકાણકારોને થશે ફાયદો12:01 AM IST
આયર્લેન્ડમાં કન્યા નિવાસ ગૃહના સેપ્ટિક ટાંકામાંથી 796 મૃત નવજાત શિશુઓના અવશેષો મળ્યા : નન દ્વારા સંચાલિત 'મધર એન્ડ બેબી હોમ' ના કાળા કરતૂતોનો પર્દાફાશ! : ગેલવે કાઉન્ટીના ટુઆમ શહેરમાં 'બોન સિક્યોર્સ હોમ' માં 1925 થી 1961 દરમિયાન 798 બાળકોના મૃત્યુ, માત્ર બેના જ દફનવિધિના પુરાવા : ખોદકામ શરૂ : બે વર્ષ સુધી અવશેષોની ઓળખ કરાશે: પીડિતોને ન્યાયની આશા11:57 PM IST
રાષ્ટ્રપતિ ટ્રમ્પને મારી નાખવાની ધમકી! : પૂર્વ કોસ્ટ ગાર્ડ અધિકારીની ધરપકડ : FBI તપાસે ઓનલાઈન ધમકીઓનો પર્દાફાશ કર્યો! : વર્જિનિયાના પીટર સ્ટિન્સન, ભૂતપૂર્વ શાર્પશૂટર અને FEMA પ્રશિક્ષક પર રાષ્ટ્રપતિને ગોળી મારવા, ઝેર આપવા અને ચાકુ મારવા સહિતની ગ્રાફિક ધમકીઓનો આરોપ : "8647" અને ANTIFA સાથેના કથિત સંબંધો પણ તપાસ હેઠળ11:47 PM IST
ન્યૂયોર્કના મેયર પદના ઉમેદવાર બ્રેડ લેન્ડરની ઇમિગ્રેશન કોર્ટ બહારથી ધરપકડ : ICE એજન્ટ્સ સાથે ઝપાઝપીમાં 'સરકારી વહીવટમાં અવરોધ'નો આરોપ! : શહેરના કંટ્રોલર લેન્ડર, ટ્રમ્પના ICE દરોડા વિરુદ્ધ પ્રદર્શન કરતા, અટકાયત કરાયેલા વ્યક્તિને છોડવાનો ઇનકાર કરતા ઝડપાયા : વિડીયોમાં ન્યાયિક વોરંટની વારંવાર માંગણી કરતા દેખાયા11:50 PM IST
ઈરાનના આકાશ પર અમારો કબ્જો : અમને ખબર છે કે અલી ખામેની ક્યાં છુપાયેલા છે': યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું - બિનશરતી શરણાગતિ સ્વીકારો : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ જાણે છે કે ખામેની ક્યાં છુપાયેલા છે અને તેમને બિનશરતી શરણાગતિ સ્વીકારવા કહ્યું છે: તેમણે દાવો કર્યો કે ઈરાનના આકાશ પર અમારું નિયંત્રણ છે પરંતુ હવે હુમલો નહીં કરીએ11:46 PM IST
ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો પાંચમો દિવસ : ઈરાની સેનાની ઇઝરાયલી શહેરો ખાલી કરવાની અપીલ : IRGC દ્વારા ચોકસાઇપૂર્વકના હુમલાની ધમકી! : ઇઝરાયલ દ્વારા રાજદ્વારી પહેલનો ઇનકાર : ઈરાને 'ઓક્યુપાઈડ ટેરિટરીઝ' પર હવાઈ હુમલાની જાહેરાત કરી : અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો - અમેરિકાનું ઈરાન પર સંપૂર્ણ હવાઈ નિયંત્રણ : મધ્ય પૂર્વમાં હવાઈ ક્ષેત્રો બંધ : ભારત દ્વારા નાગરિકોનું સ્થળાંતર શરૂ11:41 PM IST
મેક્રોનના કાનમાં કંઈક કહ્યું, પછી આંખો મટકાવી ..ટ્રમ્પ સામે જ્યોર્જિયા મેલોનીએ આવું કેમ કર્યું?: જુઓ વિડિઓ : કેનેડામાં G7 બેઠક દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ દરમિયાન ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મેલોની અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચેની વાતચીત સોશિયલ મીડિયા પર વાયરલ 11:36 PM IST
એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાન દુર્ઘટના બાદ DGCAની ક્લીન ચિટ : ફ્લીટ સુરક્ષિત : પરંતુ એરલાઇનના મેન્ટેનન્સ અને સંકલન પર ચિંતા વ્યક્ત કરાઈ! : DGCA દ્વારા 271 લોકોના મોત બાદ બોઇંગ 787 ફ્લીટની સઘન તપાસ : 24 વિમાનોએ જરૂરી ચેક પૂર્ણ કર્યા : ટાટા-માલિકીની એરલાઇનને આંતરિક સંકલન અને સ્પેરપાર્ટ્સની ઉપલબ્ધતા સુધારવા આદેશ10:56 PM IST
અમદાવાદ પ્લેન ક્રેશ : અત્યાર સુધીમાં 163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા: અમદાવાદના 41 સહિત 124 મૃતદેહ સ્વજનોને સોંપાયા : હોસ્પિટલમાં દાખલ કરાયેલ 71 પેશન્ટમાંથી 2ના મૃત્યુ: બાકીના 69માંથી 42ને ડિસ્ચાર્જ કરાયા: હાલ 1 દર્દીની સ્થિતિ ક્રિ્ટિકલ : ટૂંક સમયમાં 21 પરિવારો સ્વજનોના મૃતદેહ સ્વીકારવા આવશે11:11 PM IST
અમદાવાદની BJ મેડિકલ કોલેજમાં ભીષણ આગ : 'એક માતાની માતૃપ્રેમની તડપ અને આયાની ત્વરિત બુદ્ધિએ બાળકીનો જીવ બચાવ્યો!' : એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ ભયાવહ આગે હાહાકાર મચાવ્યો : ડૉ. ચંચલ ભંડારીની પુત્રીનો ચમત્કારિક બચાવ : આયાએ ધુમાડાથી બચાવવા ઊંચા માળે લઈ જઈ રેસ્ક્યૂ મેટ પર સુરક્ષિત ઉતારી : 'હું ભગવાન અને મારી આયાની આભારી!'10:21 PM IST
2025માં વિશ્વના સૌથી ઓછા રહેવા લાયક શહેરોની યાદી જાહેર : આરોગ્યસંભાળ, શિક્ષણ, સ્થિરતા, માળખાગત સુવિધાઓ અને પર્યાવરણના આધારે વિશ્વભરના 173 શહેરોને રેટિંગ આપ્યું : બાંગ્લાદેશનું પાટનગર ઢાકા નીચેથી ત્રીજા ક્રમે: જ્યારે પાકિસ્તાનનું નાણાકીય પાટનગર કરાચી અને અલ્જીરિયાનું અલ્જીયર્સ ચોથા અને પાંચમા ક્રમે સૌથી ઓછા રહેવા યોગ્ય શહેરોમાં સામેલ: સૌથી વધુ રહેવાલાયક શહેરોમાં ડેનમાર્કનું પાટનગર કોપનહેગન10:14 PM IST
છ વર્ષ બાદ સ્મૃતિ મંધાના ફરી વન-ડેમાં વર્લ્ડ નંબર-1 મહિલા બેટર બની : લૌરા વોલ્વાર્ડ્ટ ટોચ પરથી ખસી! : ભારતીય સ્ટાર બેટર મંધાના 727 રેટિંગ પોઈન્ટ્સ સાથે ICC ODI રેન્કિંગમાં મોખરે : તાજેતરના શતકે અપાવી સિદ્ધિ : લૌરા વોલ્વાર્ડ્ટ અને નેટ સાયવર-બ્રન્ટ સંયુક્ત બીજા સ્થાને : બોલિંગ અને ઓલરાઉન્ડર રેન્કિંગ યથાવત10:59 PM IST
બેંગ્લુરુ ભાગદોડ : કર્ણાટક હાઈકોર્ટે સરકારને 'સીલબંધ કવર'માં રિપોર્ટ મૂકવા અંગે સવાલ ઉઠાવ્યા : કોર્ટે તપાસ પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી પર ભાર મૂક્યો : કોર્ટે આદેશ આપ્યો કે KSCA, RCB અને DNA નેટવર્કને નોટિસ જારી કરવામાં આવે અને તેમને પ્રતિવાદી બનાવવામાં આવે: આગામી સુનાવણી 23 જૂને નક્કી કરવામાં આવી છે10:01 PM IST
કાન્સ 2025માં ભારતનો ધમાકેદાર પ્રારંભ : પહેલા જ દિવસે 8 લાયન્સ સાથે ઈતિહાસ રચ્યો : રેલવેના 'લકી યાત્રા' અભિયાને જીત્યો ગોલ્ડ! : FCB ઇન્ડિયાનો દબદબો : 'લકી યાત્રા' ટાઇટેનિયમ લાયન્સ શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય એન્ટ્રી : 'દવાઈ રીડર' અને 'નેચર શેપ્સ બ્રિટાનિયા'એ સિલ્વર લાયન્સ જીત્યા : ધીરજ સિંહાએ ગર્વ વ્યક્ત કર્યો10:05 PM IST
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટા પાયે બદલીઓ : અશ્વિનીકુમાર રમત-ગમત વિભાગના મુખ્ય સચિવ : રાજકોટના હાલના કલેકટર પ્રભવ જોશી બન્યા ટુરિઝમ કોર્પોરેશનના MD અને ડો. ઓમપ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર! : રાજ્યમાં 13 IAS અધિકારીઓની ફેરબદલ : રમેશચંદ મીણાને પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો : મિલિન્દ તોરવણે પંચાયત વિભાગમાં : આર્તિ કંવરને નાણાં (ખર્ચ) વિભાગનો વધારાનો હવાલો સોંપાયો : જુનાગઢ, જામનગર, નર્મદા અને ડાંગ સહિતના જિલ્લાઓમાં પણ નવા અધિકારીઓ8:58 PM IST
દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ: 12 ફ્લાઇટ્સ ડાયવર્ટ: IMD એ રેડ એલર્ટ જારી કર્યું : મહિપાલપુર અંડરપાસ પર ભારે વરસાદને કારણે વસંત કુંજથી એરપોર્ટ અને ધૌલા કુઆન તરફના રૂટ પર ટ્રાફિક જામ : ધૌલા કુઆનથી એરપોર્ટ અને ગુડગાંવ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ભારે ટ્રાફિક જામ :વિકાસપુરી અને ધૌલી પ્યાઉ રોડ પર પાણી ભરાઈ ગયા8:34 PM IST
વડાપ્રધાન મોદીએ રચ્યો ઈતિહાસ: સૌથી વધુ વિદેશી સન્માનો મેળવી ભારતના 'રેકોર્ડપીએમ' બન્યા! સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ મેકરિઓસ III' પ્રાપ્ત કર્યું : વડાપ્રધાન મોદી 2016 અને 2025 ની વચ્ચે તેમના દૂરંદેશી નેતૃત્વને માન્યતા આપવા માટે વિદેશી રાષ્ટ્રો તરફથી કુલ 28 સર્વોચ્ચ રાજ્ય પુરસ્કારોથી સન્માનિત 8:19 PM IST
અમેરિકામાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શનો : વોશિંગ્ટન હોટલમાં પહોંચતાની સાથે જ "અસીમ મુનીર, તું કાયર છે", "શરમ કર, સામૂહિક ખૂની" અને "શરમ કર, સરમુખત્યાર" જેવા નારા લાગ્યા : જુઓ વિડીયો : અમેરિકામાં પણ મુનીરની આબરૂના ધજાગરા થયા : સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં કેટલાક વિરોધીઓ તેમને 'નરસંહાર', 'સરમુખત્યાર' અને 'ગીદાર' જેવા અપમાનજનક શબ્દોથી સ્વાગત કર્યું 8:12 PM IST
વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધા સુમન અર્પણ કરતા સંતો મહંતો: દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલ, વજુભાઇ વાળા, સાંસદ , ધાસરાભ્યો અને પૂર્વ ધારાભ્યોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા : રાષ્ટ્ર સંત પ.પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ, વ્હોરા સમાજના આગેવાનો, પૂ. નરેન્દ્રબાપુ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મંત્રી ભાનુબેન બાબરીયા, સહિતનાએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા 8:02 PM IST
ઈરાનનો ઇઝરાયેલ પર અભૂતપૂર્વ પ્રહાર : મોસાદ, અમાન અને ગુપ્તચર યુનિટ 8200ના ગઢ ભેદાયા : તેલ અવીવ સંપૂર્ણપણે સ્તબ્ધ! : ઇઝરાઈલ - ઈરાન યુદ્ધ પહોંચ્યું પરાકાષ્ઠાએ! :જુઓ વિડીયો : હર્ઝલિયામાં ઇઝરાયેલની ગુપ્તચર કિલ્લા સમાન મોસાદના મુખ્યાલય પર સીધો હુમલો : ગ્લિલોટ બેઝ નજીક સૈન્ય ગુપ્તચર કેન્દ્રો અને અતિગુપ્ત 'યુનિટ 8200'ના ઠેકાણાઓ પર વિનાશક મિસાઈલ વર્ષા : ઈરાને યુદ્ધમાં પ્રથમવાર અત્યાધુનિક 'ગેમ-ચેન્જર' ગાઇડેડ મિસાઈલનો કર્યો ઉપયોગ : ઇઝરાઈલી - અમેરિકી સંરક્ષણ પ્રણાલીઓ નિષ્ફળ!4:15 PM IST
ભારતમાં ગુગલ એક્શન મોડમાં : 6 કરોડ એપ ઇન્સ્ટોલેશન બ્લોક: 13 હજાર કરોડની છેતરપિંડી અટકાવી : ગુગલે 2023 માં ડિજીકવચ લોન્ચ કરીને ભારતમાં સાયબર છેતરપિંડી અટકાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા : કંપનીએ સેફ્ટી ચાર્ટરનું અનાવરણ કર્યું છે જે ઓનલાઈન છેતરપિંડી, સાયબર સુરક્ષા અને AI વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે8:02 PM IST
ભારતમાં બેંક છેતરપિંડીમાં ત્રણ ગણો વધારો: RBI ના ઇનોવેશન હબ MuleHunter.ai નામનું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ નવું શસ્ત્ર બન્યું : ડિજિટલ પેમેન્ટ માટે ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનો પ્રોટોટાઇપ પણ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ ફક્ત શંકાસ્પદ વ્યવહારો પકડવા પૂરતા નથી: ડિજિટલ પેમેન્ટમાં પણ ફ્રોડની સંખ્યામાં વધારો: હવે સમય આવી ગયો છે કે બેંકો અને Google Pay, PhonePe જેવી એપ્લિકેશનોને તેમના ખર્ચાઓ વસૂલવાની મંજૂરી આપવામાં આવે7:59 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પનો 'ગોલ્ડન કાર્ડ'નો માસ્ટરપ્લાન : ₹40 કરોડના સીધા રોકાણ સામે 70,000 અરજદારોની લાઇન! : પણ કાર્ડ ક્યાં છે? : અમેરિકાને $36 ટ્રિલિયનના દેવામાંથી બહાર કાઢવા 'ગોલ્ડ કાર્ડ' નો પ્રસ્તાવ : સોનાનું બનેલું, ટ્રમ્પના ચહેરા સાથેનું 'રોયલ' કાર્ડ EB-5 વિઝાનો વિકલ્પ બનશે? વૈશ્વિક ધનિકોમાં ભારે ઉત્સાહ6:18 PM IST
ટ્રમ્પ અને મેક્રોન વચ્ચે ઇઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ મુદ્દે શાબ્દિક યુદ્ધ: ટ્રમ્પે મેક્રોનના અંદાજને "ખોટો" ગણાવ્યો! : આ પહેલા, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કેનેડાના કનાનાસ્કિસમાં G7 સમિટમાં પત્રકારોને જણાવ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે.5:16 PM IST
વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટવાસીઓ ઉમટ્યા 4:45 PM IST
પ્રેમ અને મૃત્યુના અતૂટ બંધન : 'અશોક, ઘરે એકલા નથી જવાનું, હું હંમેશ તારી સાથે જ આવીશ' : અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પતિ-પત્નીના DNA એકસાથે મેચ થતાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા! : ફાધર્સ ડેના દિવસે પિતાના મૃતદેહની ઓળખ - કલાકોમાં જ માતાના DNA મેચ થતા પુત્રો સ્તબ્ધ! : લંડન સ્થિત પટેલ દંપતીના અદ્ભુત સંયોગે સૌની આંખો ભીની કરી : પુત્ર મિતેન પટેલે વર્ણવી લાગણીસભર પળો4:41 PM IST
શું અમેરિકા હવે ઈરાન પર પણ હુમલો કરશે? ટ્રમ્પે લોકોને તેહરાન ખાલી કરવા કહ્યું : પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે સમગ્ર વિશ્વમાં ચિંતા વધીઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ શષાો બનાવવાનું બંધ કરવા માટે કડક ચેતવણી આપીઃ યુધ્ધ ખતરનાક તબક્કે :ટ્રમ્પે તેહરાનના લોકોને શહેર ખાલી કરવાની સલાહ આપી છેઃ ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગેની તેમની જૂની નીતિનો પુનરોચ્ચાર કર્યો છે અને તેને રોકવાની હિમાયત કરી છે10:15 AM IST
લોકો કપડાં કરતાં દારૂ પર વધુ ખર્ચ કરી રહ્યા છે : CMIE એ લોકોના ખર્ચ અંગે એક રિપોર્ટ બહાર પાડ્યો છે : જેના આંકડા ચોંકાવનારા છે : વર્ષ ૨૦૨૩-૨૪માં, લોકોએ કપડાંને બદલે દારૂ ખરીદવામાં તેમની કમાણીનો વધુ ખર્ચ કર્યો છે : જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪માં, દેશના લોકોએ કપડાં પર ૭.૨૯ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે : તે જ સમયે, ૧.૨૦ લાખ કરોડ રૂપિયા આલ્કોહોલિક પીણાં પર ખર્ચવામાં આવ્યા છે3:54 PM IST
ભારત પાસે ૧૮૦, પાકિસ્તાન પાસે ૧૭૦, ચીન પાસે ૬૦૦ પરમાણુ શસ્ત્રો : ભારત પાસે પાકિસ્તાન કરતા વધુ પરમાણુ શસ્ત્રો છે, જ્યારે ચીન પાસે ત્રણ ગણા વધુ પરમાણુ શસ્ત્રો છેઃ વિશ્વમાં કુલ ૧૨,૨૪૧ પરમાણુ શસ્ત્રોઃ જેમાંથી ૯,૬૧૪ લશ્કરી ભંડારમાં છે. રશિયા અને અમેરિકા પાસે સૌથી વધુ શસ્ત્રો છે : સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (SIPRI) દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા વાર્ષિક અહેવાલે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે9:50 AM IST
G7 માં આજે પીએમ મોદીનું સંબોધન : મેલોની સહિત ૧૪ દેશોના રાષ્ટ્રધ્યક્ષો સાથે મુલાકાત કરશે : શિખર સંમેલનમાં ભાગ લેવા કેનેડા પહોંચ્યા : ભારત-કેનેડાના સંબંધો સુધરશે : અનેક દેશો સાથે દ્વિપક્ષીય ચર્ચા થશે : શિખર સંમેલન દરમ્યાન આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખોની સાથે વૈશ્વિક મુદ્દા જેવા એનર્જી સિકયોરીટી, ટેકનોલોજી અને ઇનોવેશન વિશે વિચાર-વિમર્શ કરશે11:27 AM IST
શિલોંગમાં રાજા રઘુવંશી હત્યા પ્રકરણ : મેઘાલય પોલીસ આરોપીઓ પૂનમ રઘુવંશી તેના પ્રેમી રાજ કુશવાહાના 3 મિત્રોને સાથે રાખીને ઘટના સ્થળે તપાસ કરશે : અમને એક તીક્ષ્ણ હથિયાર મળી આવ્યું છે જે આરોપીઓએ રાજાને મારવા માટે ગુવાહાટીમાં ખરીદ્યું હતું : રાજાની હત્યાને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયાસ કરશે : તપાસનીશ અધિકારીનું નિવેદન2:44 PM IST
દિલ્હી પોલીસે પોતાની ફરજ કેમ ન બજાવી, ફાયર વિભાગે શું રિકવર કર્યું. દિલ્હી પોલીસ કે ફાયર વિભાગે પરિવારને નોટો વિશે કેમ ન કહ્યું : કપિલ સિબ્બલ જસ્ટિસ વર્માના સમર્થનમાં-સરકારને પ્રશ્નો પૂછ્યા : કથિત રોકડ વિશે પૂછ્યું છે કે કેટલી નોટો હતી, શું તે અસલી હતી કે નકલી, એક પણ નોટ કેમ મળી ન આવી, બધા પૈસા ક્યાં છે? તેમનું કહેવું છે કે અમે એવું નથી કહેતા કે આ જસ્ટિસ વર્માના પૈસા છે, પરંતુ જો કોઈએ ત્યાં પૈસા રાખ્યા હોય, તો તેણે જસ્ટિસની પરવાનગીથી જ રાખ્યા હશે ?2:46 PM IST
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-159 ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવતા મુસાફરોનો ગુસ્સે સાતમા આસમાને : ભારે રોષ ઠાલવ્યો : ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો રઝળી પડ્યા હતા. આવતીકાલે પણ ફ્લાઇટ રિશિડ્યુલ થશે કે નહીં તે અંગે પણ એરલાઇન્સ તરફથી કોઇ સ્પષ્ટતા આપવામાં આવી નથી જેના કારણે મુસાફરોમાં રોષ 2:15 PM IST
યુવરાજ સિંહ, હરભજન અને સુરેશ રૈનાની ED દ્વારા પૂછપરછ: ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ માટે જાહેરાતો કરવાનો આરોપ : ત્રણ ઉપરાંત અભિનેત્રી ઉર્વશી રૌતેલાની પણ પૂછપરછ કરાઈ :યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈનાએ '1xbet' પ્લેટફોર્મ માટે જાહેરાત કરી: કેટલાક બોલિવૂડ કલાકારો પણ આ પ્લેટફોર્મ સાથે સંકળાયેલા છે2:10 PM IST
વિશ્વમાં સર્વ પ્રથમ ‘‘TRAI'' શરૂ કરશે ડિજિટલ કનેકિટવિટી રેટિંગ યોજના : હવે ઘર-ઓફિસ-પ્રોપર્ટી માટે ડિજિટલ કનેકટીવીટીઃ લોકો સ્માર્ટ પ્રોપર્ટી ખરીદ કરી શકશેઃ ગ્રાહકોને થશે ફાયદો... : હવે સર્વીસ પ્રોવાઇડર-ડેવલપર્સ માટે કનેકટીવિટી ફરજીયાત બની જશેઃ મોબાઇલ-ડેટા યુઝર્સને વધુ સારી ઝડપી સેવાના લાભ...12:01 PM IST
ઉમરાહ વિઝા માટે હોટેલ બુકિંગ ફરજિયાત 4:25 PM IST
કયું અનાજ ખાઓ છો? ઘરમાં કેટલા ફોન છે? જનગણનામાં ૬ નવા પ્રશ્નો પુછાશે : વસ્તી ગણતરી ૨૦૨૭માં છ નવા પ્રશ્નોનો સમાવેશ થશે, જે ઇન્ટરનેટ, સ્માર્ટફોન, પાણી, ગેસ, વાહનો અને અનાજના ઉપયોગ પર કેન્દ્રિત છે :આ પહેલી ડિજિટલ વસ્તી ગણતરી હશે, જે સામાજિક-આર્થિક પ્રગતિને માપશેઃ સરકાર આ માટે રૂ.૧૩ હજાર કરોડ ખર્ચ કરે તેવી શકયતા છે10:13 AM IST
ઇઝરાયલી હુમલાના ડરથી તેહરાન છોડી રહ્યા છે ઇરાની નાગરિકોઃ રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામઃ પેટ્રોલની અછત : ઇઝરાયલ દ્વારા હવાઈ હુમલાની ચેતવણી બાદ ઇરાનની રાજધાની તેહરાનમાં ભયનું વાતાવરણઃ લોકો શહેર છોડીને સુરક્ષિત સ્થળો તરફ જઈ રહ્યા છે, જેના કારણે રસ્તાઓ પર ભારે ટ્રાફિક છે : ઇઝરાયલી સેનાએ તેહરાનના નાગરિકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી છે. વિસ્ફોટોને કારણે લોકો ભોંયરામાં છુપાઈ રહ્યા છે કારણ કે શહેરમાં આધુનિક બોમ્બ આશ્રયસ્થાનોનો અભાવ છે10:11 AM IST
મહત્વના સમાચારો ઝડપભેર વાંચી જાવ2:48 PM IST
મુંબઈથી અમદાવાદ જતા એર ઇન્ડિયાના વિમાનમાં ખામી: સોશ્યલ મીડિયામાં વાયરલ: એર ઇન્ડિયાને આ થયું છે શું?: જવાબદારોના અભાવે પ્રવાસીઓ ભારે પરેશાન થયા: જબરો હોબાળો : જુઓ વિડિઓ : ગઈ રાત્રે મુંબઈ થી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ને ટેકનીકલ ખામી જણાતા રનવે પરથી પાછી વાળી.. : રાત્રે ૧ વાગે બનેલી ઘટના પછી પોતાની બેગ પેસેન્જરોને છેક સવારે ચાર વાગે મળી.. 9:32 AM IST
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પંચમહાભૂતમાં વિલીન : રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય : પુત્ર ઋષભે આપ્યો અગ્નિદાહ : જુઓ વિડીયો : અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નિધન બાદ આજે રાજકોટમાં શોકમગ્ન માહોલ વચ્ચે લાખો લોકો અને દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં અંતિમ યાત્રા સંપન્ન : રાજકોટવાસીઓએ રડતી આંખે વિદાય આપી11:09 PM IST
રાષ્ટ્રીય સ્તરે, દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે: જ્યારે ઉત્તર અને પૂર્વ ભારતમાં હજુ ગરમીનો માહોલ રહેશે: મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની આગાહી: તો દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ચોમાસુ પહોંચવામાં હજુ સમય લાગશે : રાજકોટમાં અત્યારે રાત્રે ૯.૧૫ વાગ્યે વીજળીના ભારે ગડગડાટ સાથે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે:ગુજરાતમાં મોડી રાત્રે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર પ્રચંડ વાદળાઓ છવાયા છે, ૨૪થી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી: ચોમાસુ જામવા લાગ્યું: સ્કાયમેટના અહેવાલો મુજબ ગુજરાતમાં તાપમાન ૩૦ થી ૩૫ ડિગ્રી આસપાસ રહેશે9:24 PM IST
' લોકો તેહરાન ખાલી કરો ':શું ઇઝરાયલ ઈરાન પર ભારે બોમ્બમારો કરશે? :ઇસ્લામિક દેશોમાં ગભરાટનો માહોલ : ઇઝરાયલે તેહરાનના લોકોને શહેર છોડી દેવાની સલાહ આપી જેના કારણે હુમલાનો ભય વધી ગયો :ઇરાને કતાર, સાઉદી અરેબિયા અને ઓમાનને અપીલ કરી કે તેઓ ઇઝરાયલ પર યુદ્ધવિરામ માટે દબાણ લાવે જેથી પ્રદેશમાં શાંતિ સ્થાપિત થઈ શકે.9:53 PM IST
ભારતના ત્રણ રાજ્યોને સિંધુ નદીમાંથી પાણી મળશે: ૧૧૩ કિમી લાંબી નહેર બનાવવામાં આવશે : પાકિસ્તાનને પાણી નહીં મળે : કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરના વધારાના પાણીને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પહોંચાડવા માટેની તૈયારી શરૂ : આ નહેર પાકિસ્તાન તરફ વહેતા પાણીને અટકાવશે : જેનો ફાયદો ભારતને થશે અને પાકિસ્તાનને પાણીની અછતનો સામનો કરવો પડશે10:12 PM IST
મધ્યપ્રદેશની 500 વર્ષ જૂની અકબરી સરાઈ, જ્યાં ફાઇવ સ્ટાર જેવી સુવિધાઓ:રાજાઓ અને મહારાજાઓ પોતાનો થાક દૂર કરતા હતા : મધ્યપ્રદેશમાં આવી ઘણી ઐતિહાસિક વિશ્રામ સ્થળ છે જ્યાં એક સમયે રાજાઓ અને સમ્રાટો તેમની મુસાફરી દરમિયાન આરામ અને તાજગી અનુભવતા:સૌથી પ્રખ્યાત બુરહાનપુર છે. જ્યાં તે સમય અનુસાર શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ હતી. એટલે કે, A ની દ્રષ્ટિએ, તેની તુલના ફાઇવ સ્ટાર હોટલ સાથે કરી શકાય છે.12:29 AM IST
ભારતમાં દર મહિને સરેરાશ 17 વાઘ મૃત્યુ પામે છે : આ વર્ષે અત્યાર સુધીમાં દેશમાં શિકાર, પ્રાદેશિક વિવાદો, માનવ-વન્યજીવન સંઘર્ષો, ટ્રેન અકસ્માતો અને કુદરતી કારણોસર 91 શાહી વાઘ મૃત્યુ પામ્યા: ચિંતાજનક આંકડો : ભારતમાં પ્રોજેક્ટ ટાઇગરની દેખરેખ રાખતી NTCA ના ડેટા અનુસાર, 2019 માં દેશમાં 96 વાઘ, 2020 માં 106, 2021 માં 127, 2022 માં 121 અને 2023 માં 178 વાઘ મૃત્યુ પામ્યા10:46 PM IST
પાકિસ્તાન પ્રાયોજિત પહેલગામ આતંકી હુમલા બાદ શિખ ગુરુ દ્વારા પ્રબંધક કમિટી (એસજીપીસી)નો મોટો નિર્ણય: મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિએ ભારતમાંથી કોઈ શીખ શ્રદ્ધાળુ પાકિસ્તાન નહીં જાય : આ નિર્ણય પાકિસ્તાન પ્રાયોજિત પહેલગામ આતંકી હુમલાને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા સંઘર્ષના થોડા અઠવાડિયા બાદ લેવામાં આવ્યો છે12:00 AM IST
ઈરાન-ઇઝરાયલ મિત્રતા દુશ્મનીમાં કેવી રીતે ફેરવાઈ? 46 વર્ષ પહેલાં એક દેશની છબી અને ભાગ્ય રાતોરાત કેવી રીતે બદલાયું : 1979 ની ઇસ્લામિક ક્રાંતિ પછીથી ઇરાનમાં સુપ્રીમ લીડરનું પદ મહત્વપૂર્ણ: ૧૯૭૯ પહેલા, ઈરાન પર શાહ મોહમ્મદ રેઝા પહેલવીનું શાસન હતું.: આયતુલ્લાહ રુહોલ્લાહ ખામેની ઈરાનના પ્રથમ સર્વોચ્ચ નેતા હતા.:રાષ્ટ્રપતિ ઈરાનમાં બીજા ક્રમના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે.12:38 AM IST
દારૂ, બકરી અને ૫૦ હજાર લીધા પછી તંત્ર-મંત્ર નિષ્ફળ :મધ્યપ્રદેશમાં પૈસાનો વરસાદ કરનાર તાંત્રિકની હત્યા : ખંડવામાં એક તાંત્રિકે બે યુવાનોને પૈસાનો વરસાદ કરવાની લાલચ આપી અને દારૂ અને બકરી લાવવા કહ્યું તેણે ૫૦,૦૦૦ રૂપિયા પણ લીધા. આ પછી પૈસાનો વરસાદ ન થયો, ત્યારે બંને યુવાનોએ મળીને તાંત્રિકની હત્યા કરી નાખી .12:39 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં સાંજે 6 થી રાત્રિના 10 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં મેઘ મહેર : બનાસકાંઠાના દિઓદરમાં બે ઇંચથી વધુ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સવા ઇંચ વરસાદ નોંધાયો! : બનાસકાંઠાનું દિઓદર (2.05 ઇંચ), દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા (1.42 ઇંચ), કચ્છનું અબડાસા (1.26 ઇંચ), રાજકોટ (1.22 ઇંચ) અને બનાસકાંઠાનું કાંકરેજ (1.10 ઇંચ) સાથે ટોચના પાંચ વરસાદી વિસ્તારો : ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ10:43 PM IST
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ પત્રકાર પરિષદ યોજી સ્થિતિ અને તંત્રની સજ્જતાની માહિતી આપી! : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વરસાદ પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે સમીક્ષા બેઠક યોજી : NDRF - SDRFની ટીમો તૈનાત : અત્યાર સુધીમાં 18 નાગરિકોના મૃત્યુ : કાચા - પાકા મકાનોને નુકસાન : વેધર વોચ ગ્રુપની બેઠકમાં આગામી સપ્તાહની આગાહી પર ચર્ચા9:42 PM IST
ગુજરાત સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારીઓની બદલી : પંચાયત, આદિજાતિ વિકાસ, ગૃહ, મહેસૂલ સહિતના વિભાગોમાં નવા ચહેરા! : નવ નાયબ સેક્શન અધિકારીઓની ફેરબદલ : રિદ્ધિબેન ગઢવી શહેરી વિકાસમાં, કપિલકુમાર ઘાસકટા ગૃહ વિભાગમાં, અને પ્રતાપભાઈ બુંબાડિયા મહેસૂલ વિભાગમાં નિમાયા : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓની પણ બદલી9:35 PM IST
ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સક્રિય : વરસાદગ્રસ્ત વિસ્તારોની વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા : 'ઝીરો કેઝ્યુઅલ્ટી'ના અપ્રોચ સાથે તંત્રને સતર્ક રહેવા આદેશ! : મોડી સાંજે SEOC પહોંચી વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી : NDRF-SDRFની ટીમો તૈનાત : નીચાણવાળા વિસ્તારોમાંથી 259 લોકોનું સ્થળાંતર : 139નું રેસ્ક્યુ, સૌરાષ્ટ્રમાં પૂલો પર ચેતવણી બોર્ડ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવા સૂચના8:24 PM IST
ગુજરાતમાં બપોરથી સાંજના 6 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં મેઘ મહેર : કચ્છના ગાંધીધામમાં સવા ત્રણ ઇંચ અને થાનગઢમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો! : સુરેન્દ્રનગરનું થાનગઢ (2.76 ઇંચ), જામનગરનું જોડિયા (2.36 ઇંચ), કચ્છનું ગાંધીધામ (3.19 ઇંચ), નખત્રાણા (2.36 ઇંચ) અને અંજાર (2.28 ઇંચ) ટોચના પાંચ વરસાદી વિસ્તારો : સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ6:32 PM IST
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભાવવાહી દૃશ્યો : CP જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડ અને DCP પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ DNA ટેસ્ટ બાદ લાખોના દાગીના સુપ્રત કરાયા! : રાજકોટ જિલ્લાના વતની DCP પ્રદીપસિંહ જાડેજાએ 'સેવા, સુરક્ષા અને નિષ્ઠા'નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું : પરિવારજનોને મૃતદેહ સાથે મૂલ્યવાન સામાન પરત મળતા હૃદયસ્પર્શી પળો સર્જાઈ4:13 PM IST
ગુજરાતમાં સવારનાં 10 થી બપોરના 12 સુધીમાં રાજ્યમાં મેઘમહેર યથાવત : ચૂડા 2.91, બરવાળા 2.24, સિહોર 2.24, બોટાદ 2.2 અને રાણપુરમાં 2.68 ઇંચથી વધુ વરસાદ : રાજ્યનાં 52 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ! : વઢવાણ 2.01, ભાવનગર 1.22, બોરસદ 1.65, મૂળી 2.13 અને ઉમરાળા 4.53 ઇંચ વરસ્યો : અનેક ગામોમાં મેઘરાજાની કૃપા : રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો!1:37 PM IST
નકલી ડીવાયએસપી બની ૩૮ લાખ પડાવ્યાઃ અસલી પોલીસે દબોચ્યો : ગાંધીનગરમાં ખેતીની જમીન લીધી છે તેના માટે નાણાની જરૂર છે કહી બિલ્ડર પાસેથી ઉછીના લઇ પાછા ન દીધાઃ તપાસ થતાં ભાંડો ફુટયોઃ જીતેન્દ્રસિંહ રાઠોડની ધરપકડ : જીતેન્દ્ર રાઠોડે સીએમ સુરક્ષાના ડીવાયએસપીની ઓળખ આપી હતી એક કર્મચારીની બદલી કરાવી આપવાના નામે પણ ૭ લાખ કટકટાવ્યા!2:32 PM IST
ગુજરાતમાં રાત્રિના 10 થી 12 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં મેઘ મહેર : સાબરકાંઠાના ઇડરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો! : સાબરકાંઠાનું ઇડર (1.85 ઇંચ), રાજકોટનું પડધરી (0.59 ઇંચ), પાટણ (0.55 ઇંચ), અરવલ્લીનું ભિલોડા (0.43 ઇંચ) અને સાબરકાંઠાનું વિજયનગર (0.39 ઇંચ) ટોચના પાંચ વરસાદી વિસ્તારો : ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાત્રીનાં નોંધપાત્ર વરસાદ12:45 AM IST
અમદાવાદ વિમાન દુર્ઘટના : ૧૦૮ સેવાની સહરાનીય કામગીરી: ૧.૪૧ વાગ્યે પહેલો કૉલ મળતાં જ ૪ એમ્બ્યુલન્સને તાત્કાલિક નજીકના સ્થળેથી રવાના કરાઈ : 3 મિનિટમાં (લગભગ ૧.૪૪ વાગ્યે) પ્રથમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી: ૧૦ મિનિટમાં જ ૩૧ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર થઈ બચાવ કામગીરીમાં જોડાઈ: ૧૦૮ - ઇએમએસની કુલ ૮૦ લોકોની ટીમ ઘટના સ્થળે સક્રિય રીતે કામગીરીમાં જોડાઈ8:08 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંસ્કૃત ભાષાના જતન-સંવર્ધન માટે 5 પ્રોત્સાહક યોજનાઓ લોન્ચ કરી : 'વિરાસત ભી, વિકાસ ભી' મંત્ર સાકાર થશે! : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા 'યોજના પંચકમ'નો પ્રારંભ : 6 થી 13 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી થશે : સંસ્કૃત શિક્ષણ, સંવર્ધન અને ગીતા-સુભાષિત પાઠને મળશે પ્રોત્સાહન4:55 PM IST
સનસનાટી : CBIના પૂર્વ એડિશનલ ડાયરેક્ટર અને ઇન્ટરપોલમાં ભારતના પ્રતિનિધિ શ્રી પ્રવીણ સિંહા પણ સાયબર માફિયાઓના નિશાને! : નકલી ફેસબુક એકાઉન્ટ બનતા ખળભળાટ! ‘અકિલા'સાથેની વાતચીતમાં આપી માહિતી : CBI અને સાયબર ક્રાઇમ સત્વરે સક્રિય : સિનિયર IPS અધિકારીની શુભેચ્છકોને સાવધાન રહેવા અપીલ - ‘ફ્રેન્ડ રિક્વેસ્ટ' કે આર્થિક માંગણીથી બચવા સૂચન11:41 AM IST
૧૦૦૦ થી વધુ ભયજનક તત્વો પાસાના પિંજરે પુરાયા પછી સુરતમાં વધુ ૧૬ સામે પગલા.... પીઆઇ આર એસ. સુવેરા : કાશ્મીર ખીણની આતંકવાદી ઘટના , અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા ધ્યાને રાખી ગુપ્તચર વડા તરીકેનો અનુભવ ધરાવતા અનુપમસિંહ ગેહલોતના આદેશથી PCB બ્રાન્ચ એક્ટિવ મોડમાં : પોલીસ કમિશનર વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને મળી તેમના વિસ્તારના માથાભારે લોકોના નામ મેળવી, PCB મારફત સામેથી જે તે પોલીસ મથક પાસેથી માહિતી મંગાવી જાતે એક્ટિવ રહેવા સાથે અમારી ટીમને પણ એક્ટિવ મોડમાં રાખે છે : અકિલા સાથે વાયરલ અભિયાન અંગે PCB પીઆઇ ભીતરી વાતો વર્ણવે છે4:22 PM IST
નરેન્દ્રભાઇ-અમિતભાઈ ટોચના વિવિધ ક્ષેત્રના તજજ્ઞો મારફત દૂધનું દૂધ પાણીનું પાણી કરવા માગે છે : દેશને હચમચાવી નાખનાર બોઇંગ ૭૮૭- ૮ની દુર્ઘટનાનું વડાપ્રધાન કાર્યાલયમાં પોસ્ટમોર્ટમના કારણનું તારણ આવું છે : અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક BSF અને એરપોર્ટ સુરક્ષા સંભાળતા CISF માં ટોચના સ્થાને રહ્યા હોવાથી વડાપ્રધાન કાર્યાલયમાં ખાસ હાજર રખાયેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને ટીમ જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક ટીમના સંકલનની નોંધ લેવાઈ11:51 AM IST
જાગનાથ વિસ્તારમાં ખાડા-ગારા-કિચડના સામ્રાજયથી લોકો હેરાન-પરેશાન : પાઈપલાઈનનું કામ પુરું થયા બાદ શેરીઓની મરામત નહી થતાં દરેક શેરીઓમાં વરસાદી પાણીના ખાડા અને ગારા કિચડઃ અકસ્માત થાય તે પૂર્વે મોરમ-ડામર પાથરવો જરૂરી : છેલ્લાં બે મહીનાથી પ્રજા મુશ્કેલીનો સામનો કરી રહી છે છતાં નિંભર કોર્પોરેટરો અને મ્યુનિ.તંત્ર તમાશો નિહાળે છે : ત્વરીત પગલાં લેવા જરૂરી4:20 PM IST
સામુ કેમ જોવે છે? કહી એડવોકેટ ઇન્દ્રજીતસિંહ મકવાણાને ત્રણ શખ્સે બેફામ ગાળો દઇ બેઝબોલના ધોકાથી માર માર્યો : યુવા એડવોકેટ ગોપાલનગરથી ટુવ્હીલર પર કોર્ટ ખાતે જઇ રહ્યા હતાં ત્યારે બનાવ : માથામાં દસ ટાંકા આવ્યાઃ ગોંડલ રોડ મક્કમ ચોક સત્યવિજય આઇસ્ક્રીમ પાસે બબાલઃ હુમલા બાદ પાર્ક કરાયેલા ટુવ્હીલરને સફેદ રંગની ઇનોવાથી ઠોકરે લઇ ત્રણેય શખ્સ ભાગી ગયાઃ એ-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી2:27 PM IST
રૈયાધારમાં માતા સાથે ચાલીને જતી ૪ વર્ષની કિંજલ થાંભલાના તાણીયાને અડી જતાં મોત : કંચનબેન દિકરીને લઇ નજીકમાં રહેતી બહેનના ઘરે ગયા હતાં: વરસતા વરસાદે પોતાના ઘરે જતા હતાં ત્યારે બનાવઃ જોરદાર કરંટ લાગતાં બાળકી બેભાન થઇ ગઇઃ સારવારમાં દમ તોડયોઃ બકાલુ વેંચી ગુજરાન ચલાવતાં ધધાણીયા પરિવારમાં ગમગીની1:40 PM IST
હૃદયના ખરા ભાવથી વિજયભાઇને શ્રધ્ધાંજલી...2:34 PM IST
મુંજકામાં આઇટી પ્રોફેશનલ યુવાન ધવલ ચોૈહાણને બેકરીવાળા પ્રશાંત ડાંગરે ફટકારી કોણી ભાંગી નાંખી : બેકરીની આઇટમ બને ત્યારે ધૂમાડાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હોઇ પ્રશાંતે વધુ એક બેકરી બનાવવા પ્લોટ લેતાં તેને રેસિડેન્સીયલ એરિયામાં બેકરી ન બનાવવા સમજાવતાં ઉશ્કેરાયોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો2:31 PM IST
ન્યુ રાજકોટ (વેસ્ટ ઝોન) વિસ્તારમાં સૌથી વધુ ૬૭ મી.મી. (ર.૮૦ ઇંચ) પાણી પડયું : શહેરમાં ગઇકાલે રાત્રીના ૧ર ની સવારના ૮ વાગ્યા સુધીમાં દે ધનાધન : સેન્ટ્રલ ઝોન (જુના રાજકોટ) ના વિસ્તારમાં ૬૦ મી.મી., ઇસ્ટ ઝોન (સામા કાંઠે) માં ૪૭ મી.મી. વરસાદ મનપાના ફાયર કંટ્રોલ રૂમમાં નોંધાયો : જળાશયોમાં સૌની યોજનાનું પાણી ઠાલવવાનું બંધ4:17 PM IST
મોરબીમાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી : શહેર પાણી પાણી : ક્યાંક દુકાનો તો ક્યાંક ઘરોમાં ઘુસ્યા પાણી : લાતી પ્લોટની દુર્દશા : રસ્તાઓ પર વાહનો ફસાયા! : ડેપ્યુટી કમિશનરે લાતી પ્લોટમાં મેટલ નાખવા અને ભરાયેલા પાણીના નિકાલ માટે ડીવોટરિંગ કરવાની ખાતરી આપી : શનાળા રોડ, પંચાસર રોડ, લાલપર, મહેન્દ્રનગર ચોકડી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર10:16 PM IST
ધ્રોલની ઇનોવેટિવ શાળામાં ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની ઉજવણી અંતર્ગત યોગ શિબિર સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન : વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી યોગા ક્વિઝ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરાયા4:51 PM IST
લાલપુર તાલુકાના ખડખંભાડીયા ગામની સીમમા મહીન્દ્રા બોલેરો પીકઅપમા ભરેલ જ્વલનશીલ પ્રવાહી ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ : આરોપી લાલા ઉર્ફે હરેશ વશરામભાઇ સરસીયા જાતે-ભરવાડ ઉ.વ.૩ર ધંધો. ડ્રાઇવીંગ રહે.મામાવાડી ગ્રીનલેન્ડ ચોકડી નવાગામ રાજકોટ મુળ રહે.પીપલીયા ગામ તા-સાયલા જી.સુ.નગરને જ્વલનશીલ પ્રવાહી ૩૦૦૦ લીટર કિ.રૂ.૨,૨૨,૦૦૦ બોલેરો પીકપ ની કિ.રૂ. ૮,૦૦,૦૦૦/-કુલ મુદ્દામાલ રૂપીયા ૧૦,૨૨,૦૦૦ સાથે ઝડપી લીધો 3:43 PM IST
આટકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર પાંચ ઈંચ11:19 AM IST
ગોંડલના જાહેરમાર્ગ પર વિજપોલ પર વેલનો જમાવડો11:22 AM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
ક્રિકેટ જગતને આંચકો : ન્યૂઝીલેન્ડની દિગ્ગજ ઓલરાઉન્ડર સોફી ડિવાઈન વર્લ્ડ કપ 2025 પછી ODI ક્રિકેટને કહેશે અલવિદા! : 152 વનડેમાં 3990 રન અને 107 વિકેટ સાથે કિવીઝની સર્વકાલીન શ્રેષ્ઠ ઓલરાઉન્ડરનો વિદાય સંદેશ : રોહિત-કોહલી સહિત ક્રિકેટના દિગ્ગજોની નિવૃત્તિની હારમાળામાં વધુ એક મોટું નામ : માનસિક સ્વાસ્થ્ય માટે લીધો હતો બ્રેક4:28 PM IST
ટેસ્ટ ક્રિકેટને વધુ રસપ્રદ બનાવવાનો પ્રયાસ : આવનારા સમયમાં ટેસ્ટ મેચ ૫ કરતા ઓછા દિવસની થાય તેવી શક્યતા : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ICCનો ખાસ પ્લાન : નાના દેશો માટે ચાર દિવસની ટેસ્ટ મેચનું આયોજન કરી શકાય છે જેથી નાના દેશો પણ સતત ટેસ્ટ ક્રિકેટ રમી શકે. ICC પ્રમુખ જય શાહ આમાં ચાર દિવસની ટેસ્ટ માટે સંમત થયા છે2:51 PM IST
મેં મારા નામમાંથી આહુજા કાઢી નાખ્યું અને મારા પહેલા નામમાં વધારાનો S ઉમેર્યો,મેં આ અંકશાસ્ત્ર માટે કર્યું, મને નામ અને ખ્યાતિ જોઈએ છે : ગોવિંદા સાથેના છૂટાછેડાના સમાચાર પર સુનિતા આહુજાએ પ્રતિક્રિયા આપી : ગોવિંદા અને સુનિતાના બંનેના પ્રેમ લગ્ન થયા હતા,તેમના લગ્ન 1987 માં થયા હતા ગોવિંદા અને સુનિતાને બે બાળકો છે એક પુત્રી અને એક પુત્ર છે2:43 PM IST










































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



































































































































































































































