ઈડીએ ફેમા હેઠળ અમદાવાદમાં ૯ સ્થળોએ દરોડા પાડી ૫.૮૪ કરોડની રોકડ, સોનું અને ચાંદી જપ્ત કર્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ગુજરાતના અમદાવાદમાં વિદેશી હૂંડિયામણ વ્યવસ્થાપન અધિનિયમ (ફેમા) હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સત્તાવાર રિપોર્ટ મુજબ, ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસે નાગરીયા પરિવાર સાથે સંકળાયેલા અનસ ગ્રુપના ૯ અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ ગ્રુપ 'અંબર ટોબેકો' અને 'ઉમદા ટોબેકો' બ્રાન્ડ હેઠળ તમાકુના ઉત્પાદન અને પેકેજિંગ સાથે સંકળાયેલું છે.
આ સર્ચ ઓપરેશન દરમિયાન કુલ ૫.૮૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જેમાં ૧.૦૧ કરોડ રૂપિયાની ભારતીય ચલણી નોટો, ૩૩.૩૪ લાખ રૂપિયાનું વિદેશી ચલણ, અંદાજિત ૨.૫ કરોડ રૂપિયાની કિંમતના ૧.૬ કિલો વજનના વિદેશી માર્કિંગવાળા ૧૬ સોનાના બિસ્કિટ અને ૨ કરોડ રૂપિયાની કિંમતની ૮૦ કિલો ચાંદીનો સમાવેશ થાય છે.
દુબઈમાં ગેરકાયદેસર રોકાણ અને સંપત્તિ ખરીદવાના આરોપસર આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
