<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

રામોજી ફિલ્‍મ સિટીમાં ૨૩ એપ્રિલથી ૪૬ દિવસનો મેગા કાર્નિવલ

૭ જૂન સુધી ચાલનારા આ કાર્નિવલમાં મહેમાનોને રાત્રે રામોજી ફિલ્‍મ સિટીની મુલાકાત લેવાની તક મળશે

નવી દિલ્‍હી : વિશ્વના સૌથી મોટા ફિલ્‍મ સ્‍ટુડિયો તરીકે ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડમાં નોંધાયેલ રામોજી ફિલ્‍મ સિટીએ દિલ્‍હીના યશોભૂમિ ખાતે યોજાયેલા ૩ દિવસીય સાઉથ એશિયા ટ્રાવેલ એન્‍ડ ટુરિઝમ એક્‍સચેન્‍જ (SATTE) ૨૦૨૬માં બધાનું ધ્‍યાન ખેચ્‍યું. આ કાર્યક્રમમાં ફિલ્‍મ સિટીના પ્રભાવશાળી માળખાગત સુવિધાઓ, વિશ્વ કક્ષાની સુવિધાઓ અને અનોખા સ્‍ટુડિયો અનુભવનું પ્રદર્શન કરવામાં આવશે.

ફિલ્‍મ સિટીના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે, રામોજી ફિલ્‍મ સિટી પર્યટન, ફિલ્‍મ નિર્માણ અને કાર્યક્રમો માટે એક અગ્રણી સ્‍થળ તરીકે પોતાને સ્‍થાપિત કરી રહ્યું છે. ફિલ્‍મ સિટી મેનેજમેન્‍ટે પ્રવાસીઓ, ઇવેન્‍ટ પ્‍લાનર્સ અને સિનેમા પ્રેમીઓને ૨૩ એપ્રિલ, ૨૦૨૬થી શરૂ થતા ૪૬ દિવસના કાર્નિવલનો ભાગ બનવા માટે આમંત્રણ આપ્‍યું છે

(3:39 PM IST)