ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
સ્ટીફન હોકિંગ અને 'એપ્સ્ટેઈન ફાઈલ્સ' ના ખતરનાક રહસ્યો: બિકીની ગર્લ્સ સાથેનો ફોટો લીક થતા વૈજ્ઞાનિક જગતમાં ભૂકંપ, શું મહાન ભૌતિકશાસ્ત્રી પણ કુખ્યાત ટાપુના મહેમાન હતા?
જેફરી એપ્સ્ટેઈનના સેક્સ સ્કેન્ડલની કાળી ફાઈલોએ વોશિંગ્ટનથી લંડન સુધી હલચલ મચાવી; હોકિંગના પરિવારે આરોપોને પાયા વિહોણા ગણાવ્યા, જાણો શું છે આ આખા વિવાદનું સત્ય

વોશિંગ્ટન, તા. ૨૬: વિશ્વના સૌથી મહાન વૈજ્ઞાનિકોમાં જેની ગણના થાય છે તેવા સ્ટીફન હોકિંગ અત્યારે એક એવા વિવાદમાં સપડાયા છે જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. અમેરિકાના કુખ્યાત ફાઈનાન્સર અને સેક્સ સ્કેન્ડલના મુખ્ય આરોપી જેફરી એપ્સ્ટેઈનની ગુપ્ત ફાઈલો સાર્વજનિક થતા જ એક એવો ફોટો સામે આવ્યો છે જેને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. આ ફોટામાં પ્રોફેસર હોકિંગ વ્હીલચેર પર બે બિકીની પહેરેલી રહસ્યમય મહિલાઓ સાથે ડ્રિંક્સ લેતા જોવા મળી રહ્યા છે.
આ ફોટો સામે આવ્યા બાદ હોકિંગના ચાહકો અને વૈજ્ઞાનિક સમુદાયમાં શોક અને આશ્ચર્યની લહેર છે. જોકે, હોકિંગના પરિવારે આ મામલે મૌન તોડતા 'ધ પોસ્ટ' ને જણાવ્યું છે કે પ્રોફેસર હોકિંગ જેવી ગંભીર બીમારી (મોટર ન્યુરોન ડિસીઝ) થી પીડાતા હતા, તેમના માટે આવી કોઈ પણ ગેરવર્તણૂક કરવી અશક્ય છે. પરિવારે સ્પષ્ટ કર્યું કે ૨૦મી સદીના આ મહાન માનવીને બદનામ કરવાનું આ એક નીચું કાવતરું છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે માર્ચ ૨૦૦૬માં જેફરી એપ્સ્ટેઈને કેરેબિયન ટાપુઓ પર એક વૈજ્ઞાનિક કોન્ફરન્સ યોજી હતી, જેમાં સ્ટીફન હોકિંગ સહિતના દિગ્ગજ વૈજ્ઞાનિકોએ હાજરી આપી હતી. એપ્સ્ટેઈનના ખાનગી ટાપુ પર સગીરાઓના યૌન શોષણના ગંભીર આરોપો છે. વર્જિનિયા ગિફ્રે નામની મહિલાએ અગાઉ દાવો કર્યો હતો કે હોકિંગે આ ટાપુ પર આયોજિત ઓર્ગી (જૂથ પાર્ટી) માં ભાગ લીધો હતો. આ ખુલાસા બાદ અમેરિકા અને ફ્રાન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં પણ તિરાડ પડી રહી છે, કારણ કે ટ્રમ્પના જમાઈ જારેદ કુશનર સાથે જોડાયેલા તાર પણ હવે તપાસના દાયરામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ૭૬ વર્ષની વયે ૨૦૧૮માં અવસાન પામેલા હોકિંગ પર ક્યારેય સત્તાવાર રીતે કોઈ ગુનાહિત આરોપ સાબિત થયો નથી. પરંતુ 'એપ્સ્ટેઈન ફાઈલ્સ'માં તેમનું નામ અને આ અતરંગી ફોટો સામે આવવો એ વિજ્ઞાન જગતની સૌથી મોટી કલંકિત ઘટના માનવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ ફાઈલોમાંથી હજુ કેટલા મોટા માથાઓના નકાબ ઉતરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
