અમેરિકાએ ઇરાન ઉપર ઝીંકયો મહાબોંબ 10:48 AM
તુર્કમાન ગેટ પથ્થરમારો કેસ: દિલ્હી કોર્ટે 6 આરોપીઓને જામીન પર મુક્ત કર્યા, ન્યાયાધીશે કહ્યું- "વ્યક્તિગત સ્વતંત્રતા એ બંધારણીય અધિકાર છે"
ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ નજીક થયેલી હિંસા મામલે મોટો નિર્ણય; જેલમાં વિતાવેલો સમય અને ક્લીન બેકગ્રાઉન્ડને આધારે કોર્ટે આરોપીઓની જામીન અરજી મંજૂર કરી

નવી દિલ્હી, તા. ૨૬: દિલ્હીના ઐતિહાસિક તુર્કમાન ગેટ વિસ્તારમાં થયેલા પથ્થરમારાના કેસમાં અત્યારે એક મોટો કાયદાકીય વળાંક આવ્યો છે. ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ પાસે બનેલી હિંસાની ઘટનામાં પકડાયેલા છ આરોપીઓને દિલ્હીની એક કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ નિર્ણય લેતી વખતે ભારતીય બંધારણની કલમ 21 (વ્યક્તિગત સ્વતંત્રતા) અને કાયદાકીય પાસાઓ વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન રાજ્ય તરફથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અતુલ શ્રીવાસ્તવે દલીલો કરી હતી, જ્યારે આરોપીઓ તરત વકીલો એમ. અસદ બેગ અને મનજીત સૈનીએ પક્ષ રાખ્યો હતો. ન્યાયાધીશે ૨૫ ફેબ્રુઆરીના રોજ આપેલા આદેશમાં નોંધ્યું હતું કે, આરોપીઓની ઉંમર, તેમની અગાઉની કોઈ ગુનાહિત પૃષ્ઠભૂમિ ન હોવી અને તેઓ પહેલેથી જ લાંબો સમય જેલમાં વિતાવી ચૂક્યા છે, તે બાબતો જામીન આપવા માટે પૂરતી છે.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, અન્ય સહ-આરોપીઓ જે રીતે જામીન પર મુક્ત થયા છે, તે સમાનતાના ધોરણે અને હવે તપાસ માટે આરોપીઓની કસ્ટડી બિનજરૂરી જણાતી હોવાથી આ રાહત આપવામાં આવી છે. ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે ગંભીર આરોપો છતાં, વ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારને અવગણી શકાય નહીં.
તુર્કમાન ગેટ પર બનેલી આ ઘટના બાદ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી, પરંતુ કોર્ટના આ નિર્ણયથી કાયદાકીય પ્રક્રિયામાં એક નવો વળાંક આવ્યો છે. આ છ આરોપીઓના છુટકારા સાથે હવે આ કેસમાં તપાસ એજન્સીઓ આગળની કાર્યવાહી કેવી રીતે કરે છે તેના પર સૌની નજર રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
