<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

તાલિબાનનો પાકિસ્તાન પર મોટો હુમલો: ૧૫ સરહદી ચોકીઓ કબજે કર્યાનો દાવો

તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અફઘાનિસ્તાનના તાલિબાન જૂથે પાકિસ્તાન પર વળતો હુમલો કર્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તાલિબાને દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાનની સરહદ નજીક આવેલી ૧૫ જેટલી સુરક્ષા ચોકીઓ પર પોતાનો કબજો જમાવી લીધો છે. 

 

આ ઘટના પાકિસ્તાન દ્વારા થોડા દિવસો પહેલા અફઘાનિસ્તાનની સરહદની અંદર કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના જવાબમાં હોવાનું માનવામાં આવે છે. 

 

પાકિસ્તાની એરસ્ટ્રાઈકમાં કેટલાક લોકોના મોત થયા બાદ તાલિબાને આક્રમક વલણ અપનાવ્યું છે. આ હુમલાને કારણે બંને દેશો વચ્ચેની સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.*

(11:23 PM IST)