RVNLના નસીબ આડેનું પાંદડું ખસ્યું: નવરત્ન કંપનીને મળ્યો ₹1,978 કરોડનો બમ્પર ઓર્ડર: 3 વર્ષમાં રોકાણકારોના નાણાં 4 ગણા કરનાર શેરમાં ફરી તેજીનો સંકેત!
NMDC અને મધ્ય રેલવે તરફથી મળ્યા મોટા કોન્ટ્રાક્ટ; ₹60,000 કરોડની મજબૂત ઓર્ડર બુક સાથે રેલ વિકાસ નિગમ લિમિટેડ બની માર્કેટની ફેવરિટ, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી:ભારતીય રેલવેના માળખાગત વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવતી સરકારી કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) માટે આજનો દિવસ ખુશીઓ લઈને આવ્યો છે. શેરબજારમાં રોકાણકારોના ફેવરિટ ગણાતા આ સ્ટોકને ₹૧,૯૭૮ કરોડના નવા ઓર્ડર મળ્યા છે. આ સમાચાર આવતાની સાથે જ શેરબજારમાં RVNL ના શેર પર ખરીદીનું જોર વધ્યું હતું અને ભાવ ₹૩૧૯ ની ઉપર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
કંપનીએ સેબીને આપેલી જાણકારી મુજબ, તેને નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NMDC) તરફથી છત્તીસગઢના બાચેલીમાં રહેણાંક ટાવર્સના નિર્માણ માટે મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ ઉપરાંત, માત્ર બે દિવસ પહેલા જ મધ્ય રેલવે તરફથી પણ ₹૨૭૦ કરોડનો બીજો એક મહત્વનો કરાર કંપનીના ખાતામાં આવ્યો છે. RVNL મુખ્યત્વે નવી રેલ લાઈન, બ્રિજ, મેટ્રો પ્રોજેક્ટ્સ અને સ્ટેશન રિડેવલપમેન્ટ જેવા કામોમાં કાર્યરત છે.
RVNL એ છેલ્લા ૩ વર્ષમાં તેના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આ સમયગાળામાં શેરે ૪૦૦% થી વધુ વળતર આપીને લોકોના નાણાં ૪ ગણા કરી આપ્યા છે. હાલમાં કંપની પાસે ₹૬૦,૦૦૦ કરોડથી વધુની ઓર્ડર બુક છે, જે દર્શાવે છે કે આગામી સમયમાં પણ કંપનીની આવક અને નફામાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને ટાટા પ્રોજેક્ટ્સ જેવી દિગ્ગજ કંપનીઓ સાથે ભાગીદારીમાં RVNL મોટા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી રહી છે.
નાણાકીય પરિણામોની વાત કરીએ તો, ડિસેમ્બર ૨૦૨૫ ના ક્વાર્ટરમાં કંપનીનો નફો ૪% વધીને ₹૩૨૪ કરોડ થયો છે. જોકે, લાંબા ગાળાના રોકાણકારો માટે ઓર્ડર બુકની મજબૂતી સૌથી મોટું આકર્ષણ છે. રેલવે સેક્ટરમાં સરકારના વધતા ખર્ચનો સીધો ફાયદો આ નવરત્ન કંપનીને મળી રહ્યો છે. શેરબજારના નિષ્ણાતો માને છે કે જો નવા ઓર્ડરનો પ્રવાહ આ જ રીતે ચાલુ રહેશે, તો RVNL નો શેર ટૂંક સમયમાં નવી ઊંચાઈ સર કરી શકે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
