ફુલાવર ૫૦૦ રૂપિયા..૩ રીંગણની કિંમત ૪૫૦...૬ ડોલરનું લીંબુનું પેકેટ
અમેરિકામાં શાકભાજીના ભાવ જાણીને સ્તબ્ધ થઈ જશોઃ અમેરિકામાં રહેતી સ્વીટી રંજને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો : સ્વીટી રંજન ૭ હજારની શાકભાજી ખરીદીને સ્ટોરની બહાર નીકળે છે

ન્યુયોર્ક,તા.૨૭: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમા એક NRI યુવતી અમેરિકાના સ્ટોરમાં શાકભાજી ખરીદીને બહાર નીકળે છે. તેણે જે શાકભાજી ખરીદી હોય છે તેની કિમત ડોલરની સરખામણીએ ભારતના રૂપિયામાં કરવામાં આવે તો ઘણી મોટા પ્રમાણમાં દેખાય છે. આ વાયરલ વીડિયો જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો.
રોજિદા જીવનમાં શાકભાજીના ભાવ વધે ત્યારે આપણાને મોટો ઝટકો લાગતો હોય છે. જોકે, હાલ એક યુવતીએ અમેરિકામાં શાકભાજીના ભાવ શું ચાલે છે તેને લઈને એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયો જોયા પછી તમે એટલું જરૂરથી કહેશો કે રહેવા માટે ખરેખરમાં આપણા ભારત જેવો કોઈ દેશ નથી. અમેરિકાના ૧૦૦ ડોલર લઈને જ્યારે કોઈ શાકભાજી ખરીદવા જાય ત્યારે ખરીદી ભારતના ૧૦૦ રૂપિયા પ્રમાણે જરા પણ નથી થતી.
હાલના સમયમાં એક અમેરિકી ડોલરનો ભાવ ૯૦ રૂપિયાની આસપાસ છે. એટલે કે જો તમે અમેરિકામાં ૧૦૦ ડોલર લઈને જાઓ તો તમારી પાસે અંદાજે ૯ હજાર રૂપિયા છે. તમને એવું લાગશે કે અમેરિકાના ૧૦૦ ડોલર પ્રમાણે ભારતના ૧૦૦ રૂપિયા કરતા વધારે શાકભાજી ખરીદી શકાતી હશે. જોકે, આનું વિપરીત પરિણામ તમને ત્યાં જોવા મળશે.
અમેરિકામાં રહેતી સ્વીટી રંજન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હોય છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું કે ૧૦૦ ડોલરમાં કેટલી શાકભાજી તે ખરીદી શકે છે. સૌથી પહેલા તે ફુલાવર લે છે તેની કિમત ૪.૫ ડોલર એટલે કે ૫૦૦ રૂપિયા છે. બાદમાં ૫ ડોલરમાં ૩ રીંગણ ખરીદે છે. જેની કિમત ભારતના રૂપિયા પ્રમાણે ૪૫૦ રૂપિયા થાય છે.
બાદમાં તે ૩ કારેલા, કોથમીર અને ૬ ડોલરમાં ફુદીનાના ૨ પેકેટ ખરીદે છે. ખરીદી અહીંયા સમાપ્ત નથી થતી આગળ તે ૧ ડોલર અને ૩૦ સેન્ટમાં લીલી ડુંગળી ખરીદે છે. ૨ ડોલરની પાલકની ઝૂડી ખરીદે છે. ૩.૫ ડોલરના તે શક્કરિયા ખરીદે છે. ૨ ડોલરનું તે પપૈયું ખરીદે છે. આ સિવાય તે ૬ ડોલરનું લીંબુનું પેકેટ ખરીદે છે. ૩ ડોલરમાં ડુંગળી અને પિઝા બનાવવાનો સોસ ખરીદે છે. સાથે જ અન્ય પણ ઘણો બધો સામાન તે સ્ટોરમાંથી ખરીદી કરે છે.
સ્ટોરમાંથી બહાર નીકળ્યા બાદ તે જણાવે છે કે તેણે ૭૯.૦૭ ડોલરની ખરીદી કરી છે. તેની પાસે ૧૦૦ ડોલર હતા જેમાંથી માત્ર ૨૧ ડોલર તેની પાસે બચે છે. જો તેની કિમત ભારતના રૂપિયા પ્રમાણે કરવામાં આવે તો તે માત્ર ૭ હજારની શાકભાજી ખરીદીને સ્ટોરની બહાર નીકળે છે.
આ વીડિયો એ લોકો માટે છે જે લોકો એવું સમજે છે કે અમેરિકામાં ૧૦૦ ડોલરની કિમત એ જ છે જે ભારતમાં ૧૦૦ રૂપિયાની છે. જોકે, આનો ખરો જવાબ તો બંન્ને દેશની અર્થવ્યવસ્થા અને પર્ચેસિગ પાવર સાથે જોડાયેલો છે. સામાન્ય વ્યક્તિને એવું લાગતું હોય છે અમેરિકી ડોલર ભારતના રૂપિયા કરતા મજબૂત છે. આ વાત સાચી તો છે પણ જ્યારે કોઈ ૧૦૦ ડોલર લઈને ખરીદી કરવા જાય ત્યારે તે ખરીદી ભારતના ૧૦૦ રૂપિયા જેવી નથી હોતી.
મહત્વનું છે જે લોકોને એવું લાગતું હોય છે કે અમેરિકામાં બધું સસ્તું છે કશું પણ આરામથી ખરીદી શકાય છે. પરંતુ હકીકત કંઈક અલગ છે. એકંદરે જોવા જઈએ તો અમેરિકામાં ભારતની તુલનાએ શાકભાજીના ભાવ ઘણા અલગ છે. ત્યાંની આવક, ખર્ચ અને જીવનશૈલી પણ ભારત કરતા ઘણા અલગ છે. જેથી સીધી રીતે કિમતની સરખામણી કરવી સરખી નથી. અમેરિકામાં કમાણી પણ લોકોની ડોલરમાં થતી હોય છે અને જે પ્રમાણે ત્યાં લોકોની કમાણી છે તે જ રીતે ખર્ચ પણ ત્યાં એવા જ પ્રમાણમાં થતો હોય છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવતી અમેરિકાના સ્ટોરમાં શાકભાજી ખરીદીને બહાર નીકળે છે. તેણે જે શાકભાજી ખરીદી હોય છે તેની કિમત ડોલરની સરખામણીએ ભારતના રૂપિયામાં કરવામાં આવે તો ઘણી મોટા પ્રમાણમાં દેખાય છે. આ વાયરલ વીડિયો જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
