તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
૫ શહેરો જ્યાંની હોળી જોવા જગતમાંથી લોકો ઉમટી પડે છે
જ્યાં હોળી માત્ર એક તહેવાર નહીં પરંતુ એક અલગ જ અનુભવ છે : બરસાનાની હોળી, જે લઠ્ઠમાર હોળી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે જો તમારે વાસ્તવિક હોળીનો અનુભવ કરવો હોય, તો કૃષ્ણની નગરી મથુરા અને વૃંદાવન કરતાં વધુ સારી જગ્યા કોઈ ન હોય

નવી દિલ્હી તા.૨૭: હોળી એટલે રંગોનો ઉત્સવ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક. આ તહેવાર ફાગણ સુદ પૂનમના દિવસે સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, ભારતમાં કેટલાક એવા શહેરો છે, જ્યાં હોળી માત્ર એક તહેવાર નહીં પરંતુ એક અલગ જ અનુભવ છે. જો તમે આ વખતે ઘરે એ જ જૂની હોળીની ઉજવણીથી કંટાળવા ન માગતા હોય તો ભારતના આ શહેરોમાં જાઓ. અહીંની પરંપરાઓ અને જશ્નને જોવા માટે દુનિયાભરથી લોકો આવે છે. તો ચાલો જાણીએ શહેરો વિશે, જ્યાંની હોળી તમારું વર્ષ યાદગાર બનાવી દેશે.
જો તમારે વાસ્તવિક હોળીનો અનુભવ કરવો હોય, તો કૃષ્ણની નગરી મથુરા અને વૃંદાવન કરતાં વધુ સારી જગ્યા કોઈ ન હોય. અહીં હોળી માત્ર ૧-૨ દિવસ જ નહીં, પરંતુ ઘણા દિવસો સુધી ચાલે છે. આ સ્થળની સૌથી ખાસ અહીંના મંદિરોમાં થતી ફૂલોની હોળી અને ગુલાલનો વરસાદ છે, જે તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. એટલું જ નહીં અહીંના ભજન-કીર્તન અને લોકોનો ભારે ઉત્સાહ જોઈને તમે પણ તમે પણ સંપૂર્ણપણે ભક્તિના રંગમાં રંગાઈ જશો.
બરસાનાની હોળી, જે લઠ્ઠમાર હોળી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે, તે હોળી ઉજવવાની એક અનોખી અને રોમાંચક રીત છે. આ પરંપરા ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના પ્રેમની યાદમાં આજે પણ જીવંત રાખવામાં આવી છે. અહીંની પરંપરા ખૂબ જ રસપ્રદ છે. જ્યાં મહિલાઓ લાકડી (લઠ્ઠ) લઈને પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે અને પુરુષ ઢાલ લઈને પોતાનું રક્ષણ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ બધું જ હસી-મજાક અને પ્રેમભર્યા માહોલમાં થાય છે. આ રોમાંચક અને યાદગાર લ્લશ્ય જોવા માટે દર વર્ષે હજારો પ્રવાસીઓ બરસાનાની મુલાકાત લે છે.
રાજસ્થાનની હોળીમાં તમને વાસ્તવિક શાહી રંગ જોવા મળે છે. અહીં જયપુરમાં પરંપરાગત લોકનૃત્યો અને સ્વાદિષ્ટ રાજસ્થાની પકવાન સાથે હોળીનો જશ્ન મનાવવામાં આવે છે. બીજી તરફ ઉદયપુરની તો વાત જ અલગ છે, જ્યાં મેવાડનો રાજપરિવાર ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરે છે. આ દરમિયાન રાજમહેલમાંથી નીકળતી શાહી શોભાયાત્રા ખરેખર જોવાલાયક છે. જો તમે આ વર્ષે હોળીને એકદમ રોયલ અંદાજમાં ઉજવવા માગતા હોય તો રાજસ્થાન તમારા માટે બેસ્ટ સ્થળ છે.
પヘમિ બંગાળના શાંતિનિકેતનમાં હોળીને વસંત ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરુઆત ખુદ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી. અહીંનો નજારો અન્ય સ્થળો કરતાં તદ્દન અલગ છે, જ્યાં લોકો પીળા કપડાં પહેરીને નાચતા-ગીતા એકબીજાને ગુલાલ લગાવે છે. અહીંનો માહોલ એટલો કલાત્મક અને શાંતિપૂર્ણ હોય છે તેને જોઈને તમારું મન પ્રસન્ન થઈ જશે. જો તમે ભીડથી દૂર, શાલીનતાથી હોળી ઉજવવા માંગતા હોયો તો શાંતિનિકેતનથી વધુ સારી કોઈ જગ્યા નથી.
જો તમે એ લોકોમાંથી છો જેમને હોળી પર મ્યુઝિક, ડાન્સ અને પાર્ટી કરવાનું પસંદ છે, તો દિલ્હી તમારા માટે બેસ્ટ સ્થળ છે. અહીંના હોળી મૂૅ જેવા ફેસ્ટિવલ્સમાં લાઇવ મ્યૂઝિક અને નેચરલ રંગો સાથે એકદમ મોર્ડન અંદાજમાં જશ્ન મનાવવામાં આવે છે. આટલું જ નહીં દિલ્હીના સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ અને સમુદાય હોળીમાં તમને દરેક પ્રકારના રંગ અને મસ્તી જોવા મળશે. એકંદરે, દિલ્હીની હોળીમાં તમને પરંપરા અને પાર્ટીનું જબરદસ્ત મિશ્રણ જોવા મળે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
