<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

પૂર્વી કોંગોમાંથી એક બે નહીં પરંતુ ૧૭૧ લાશો મળી આવી !

કોણે કર્યો આ સામૂહિક હત્‍યાકાંડ?

કિન્‍શાસા(કોંગો) તા.૨૭: પૂર્વી કોંગોમાં મૃતદેહોનો વિશાળ ઢગલો મળ્‍યો હોવાથી સમગ્ર વિસ્‍તારમાં ભારે ચર્ચાનો માહોલ છવાયો છે. અહીં એક બે નહીં પરંતુ ૧૭૧ લાશો મળી આવી છે. આખરે આટલી લાશો ક્‍યાંથી આવી? આ લોકોને કોઈએ હત્‍યા કરી કે પછી કોઈ બીજું કારણ છે? પૂર્વી કોંગોમાંથી ૧૭૧ લાશો મળી આવી હોવાનો કોંગોલી અધિકારીઓએ જાણકારી આપી છે. આ લાશોના કારણે સમગ્ર વિસ્‍તારમાં હડકંપ મચી ગયો છે. અત્‍યારે આ લાશોના કારણે લોકોમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે. મહત્‍વની વાત એ છે કે, આ ઘટનાના કારણે અનેક પ્રકારના કુતૂહલ સર્જાઈ રહ્યાં છે.

કોંગોલી અધિકારીઓનું કહેવું છે કે, આ લાશો એ વિસ્‍તારમાંથી મળી આવી છે, જ્‍યાં એમ૨૩ વિદ્રોહીઓને થોડા સમય પહેલા જ દૂર કરવામાં આવ્‍યાં હતાં. આશંકા એવી છે કે, આ ૧૭૧ લોકોની હત્‍યા એમ૨૩ વિદ્રોહી સમૂહ દ્વારા કરવામાં આવી હશે. કોંગોમાં અમેરિકા દ્વારા શાંતિ સ્‍થાપવા માટે પ્રયત્‍નો કરવામાં આવી રહ્યાં છે, તેમ છતાં પણ આ વિસ્‍તારમાં સતત હિસા ભડકેલી રહે છે.

(4:05 PM IST)