<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

માથાભારે દુલ્‍હનઃ સુહાગરાત પર પતિને ચાકૂ બતાવ્‍યું: ઘરમાંથી ૧૫ લાખના દાગીના લઈ કાકા સાથે ભાગી ગઈ

હકીકતમાં લગ્નના પાંચ દિવસ બાદ દુલ્‍હન રફુચક્કર થઈ ગઈઃ હવે સાસરિયાવાળા માથું પકડીને બેસી ગયા છે અને આઘાતમાં સરી પડ્‍યા

હાથરસ તા.૨૮: ઉત્તર પ્રદેશના હાથરસમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક શખ્‍સ રાજી-ખુશીથી લગ્ન કરી દુલ્‍હન લઈ આવ્‍યો. પણ બિચારાને શું ખબર હતી કે જેની સાથે તે આખી જિદગી વિતાવવાના સપના જોઈ રહ્યો હતો, તે ખાલી થોડી કલાકોની મહેમાન છે. હકીકતમાં લગ્નના પાંચ દિવસ બાદ દુલ્‍હન રફુચક્કર થઈ ગઈ. હવે સાસરિયાવાળા માથું પકડીને બેસી ગયા છે અને આઘાતમાં સરી પડ્‍યા છે.

હકીકતમાં જોઈએ તો, હાથરસની ચંદપા કોતવાલી વિસ્‍તારના ગામ પરસારાની રહેવાસી મોનિકાના લગ્ન ૨૧ ફેબ્રુઆરીના રોજ નાઈ નગલા નઈ બસ્‍તીના રહેવાસી સુનીલ કુમાર સાથે થયા હતા. ૨૨ ફેબ્રુઆરીના રોજ ધૂમધામથી સાસરિયે પહોંચી. પણ કોઈને અંદાજ નહોતો કે તેનો ઈરાદો શું છે. સુહાગરાતની પહેલી રાતે જ મોનિકાએ પોતાના પતિ સુનીલ પર ચાકૂથી હુમલો કરી દીધો અને તેને દૂર રહેવાની ધમકી આપી દીધી. વરરાજો ડરીને અલગ બેડ પર સૂઈ ગયો અને બીજા દિવસે પોતાના સાસરિયા પક્ષને આખી વાત કહી. પછી વર-કન્‍યાને સમજાવવાનું ચાલું થયું, પણ મામલો શાંત થયો નહીં.

આરોપ છે કે ૨૫ ફેબ્રુઆરીની સાંજે દુલ્‍હને આખા પરિવાર માટે રસોઈ બનાવી અને પ્રેમથી બધાને જમાડ્‍યા. ખાવાનું ખાધા બાદ પરિવારના લોકો થોડી વારમાં બેભાન થઈ ગયા. આ દરમ્‍યાન દુલ્‍હને ઘરમાં રાખેલા લગભગ ૧૦ લાખ રુપિયાના સોનાના દાગીના, ૪-૫ લાખની ચાંદી અને ૧૮ હજાર રુપિયા રોકડા લઈને ભાગી ગઈ. સવારે જ્‍યારે સુનીલની આંખ ખુલી તો દુલ્‍હન ગાયબ હતી અને ઘરનો મુખ્‍ય ગેટ ખુલ્‍લો હતો.

પીડિત પરિવારે આરોપ લગાવ્‍યો કે મોનિકા પોતાના સંબંધના કાકા સુગ્રીવ સાથે નવો સંસાર માંડવા ભાગી છે. હાલમાં પોલીસને જાણ કરી દીધી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્‍તારમાં ડરનો માહોલ છે તથા આ વિસ્‍તારમાં લૂટેરી દુલ્‍હનની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. 

 

 

(3:45 PM IST)