News of Saturday, 28th February 2026
ગલ્ફ ક્ષેત્રમાં તણાવઃ વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાવાની ભીતિઃ સમુદ્રી માર્ગો અને પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા, દેશોમાં કરન્સીની અસ્થિરતાઃ ન્યુઝફર્સ્ટ

દુબઈ,તા.૨૮: ઈરાન પર સંભવિત ત્વરિત અમેરિકી હુમલાની અસરો માત્ર સૈન્ય પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેની અસર વૈશ્વિક વેપાર પર પણ પડશે. સમુદ્રી માર્ગો દ્વારા થતા માલસામાનના પરિવહનમાં વિલંબ અને જોખમ વધવાને કારણે શિપિંગ ખર્ચમાં મોટો વધારો થઈ શકે છે.
ઘણા દેશોમાં કરન્સી અને ફોરેક્સ માર્કેટમાં અસ્થિરતા જોવા મળી રહી છે. ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ પણ તેમના નાગરિકોને આ વિસ્તારમાંથી બહાર નીકળવા માટે એડવાઈઝરી જારી કરી છે. વિશ્વ આખું અત્યારે એક ગંભીર સૈન્ય સંકટના ઉંબરે ઊભું છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
