તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનો ભડકો: અમેરિકા-ઈરાન આમને-સામને, ખાડી દેશો પર મિસાઈલ વર્ષા થતા એર ઈન્ડિયા અને ઈન્ડિગોની તમામ ફ્લાઈટ્સ રદ
ઈરાન દ્વારા અમેરિકી સૈન્ય મથકો પર ભીષણ હુમલો: ઈઝરાયેલ સાથેના સંઘર્ષ બાદ સ્થિતિ બેકાબૂ, હજારો મુસાફરો અટવાયા

નવી દિલ્હી:મધ્ય પૂર્વ અત્યારે જ્વાળામુખીના ઢગલા પર બેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ વળતા જવાબમાં ઈરાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઈરાને કુવૈત, દુબઈ, અબુ ધાબી, બહેરીન અને કતાર જેવા દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવીને અંધાધૂંધ બેલેસ્ટિક મિસાઈલો દાગતા સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ભયાનક યુદ્ધની સ્થિતિને જોતા ભારતની અગ્રણી એરલાઈન્સ એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગોએ ખાડી દેશોની પોતાની તમામ ઉડ્ડયન સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે.
યુદ્ધના મેદાનમાં ફેરવાયેલા મધ્ય પૂર્વના આકાશમાં હવે ફાઈટર જેટ્સ અને મિસાઈલોનો ગુંજારવ સંભળાઈ રહ્યો છે. સુરક્ષા નિષ્ણાંતોના મતે, ઈરાન અને અમેરિકા વચ્ચેનો આ સીધો સંઘર્ષ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જઈ શકે તેવી આશંકા છે. ખાડી દેશોમાં રહેતા લાખો ભારતીયોની સુરક્ષા પર પણ હવે જોખમ મંડરાઈ રહ્યું છે. એરલાઈન્સ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી આ રૂટ પર વિમાનો ઉડશે નહીં.
આ યુદ્ધની અસર માત્ર હવાઈ સેવાઓ પર જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઈલના ભાવ પર પણ જોવા મળી શકે છે. હાલમાં અબુ ધાબી અને દુબઈ જેવા મોટા એરપોર્ટ્સ પર હજારો ભારતીય મુસાફરો અટવાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારત સરકાર આ સમગ્ર સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે અને જરૂર પડ્યે ભારતીયોને એરલિફ્ટ કરવાની યોજના પર પણ વિચારણા થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
