News of Saturday, 28th February 2026
"ટીમ પ્લેયર બનીને રહો, નહીંતર રિઝર્વ ખેલાડી બનાવી દઈશ": રાહુલ ગાંધીએ પંજાબ કોંગ્રેસના નેતાઓને સ્ટેજ પરથી જ ફટકારી છેલ્લી ચેતવણી
બનાલાની રેલીમાં રાહુલ ગાંધીના તેવર ગરમ: 'પાર્ટીથી મોટું કોઈ નથી' કહીને જૂથવાદ રોકવા નેતાઓને આડે હાથ લીધા, મલ્લિકાર્જુન ખડગે સાથે મળીને મોટા એક્શનના સંકેત

ચંદીગઢ: પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલા જૂથવાદ અને આંતરિક ખેંચતાણને ડામવા માટે આજે રાહુલ ગાંધીએ અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. પંજાબના બરનાલામાં આયોજિત એક વિશાળ જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ મંચ પર હાજર રહેલા તમામ વરિષ્ઠ નેતાઓની હાજરીમાં જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, "પાર્ટીમાં બધાએ ટીમ પ્લેયરની જેમ કામ કરવું પડશે. જે નેતા શિસ્તની લાઈનમાં નહીં આવે, તેને ટીમમાંથી બહાર કાઢીને 'રિઝર્વ ખેલાડી' બનાવી દેવામાં આવશે."
રાહુલ ગાંધીએ નેતાઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી કોઈ વ્યક્તિ વિશેષથી મોટી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે જો નેતાઓ પોતાનો જૂથવાદ છોડીને એક થઈને કામ નહીં કરે, તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મળીને કડક સજા કરવામાં આવશે. રાહુલ ગાંધીના આ આક્રમક તેવર જોઈને મંચ પર બેઠેલા દિગ્ગજ નેતાઓમાં સોપો પડી ગયો હતો. જોકે, પ્રતાપ સિંહ બાજવાએ આ નિવેદનને એક 'મજબૂત સંદેશ' ગણાવ્યો હતો, જે પાર્ટીને એકજૂથ કરવામાં મદદરૂપ થશે.
બીજી તરફ, ભાજપ અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ રાહુલ ગાંધીના આ નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસમાં શિસ્ત નામની કોઈ વસ્તુ રહી નથી, એટલે જ રાહુલ ગાંધીએ રેલીમાં પણ ધમકીઓ આપવી પડી રહી છે. પંજાબમાં આગામી રાજકીય સમીકરણોને જોતા રાહુલ ગાંધીની આ 'સર્જિકલ સ્ટ્રાઈક' કેટલી અસરકારક સાબિત થાય છે, તે જોવું રહ્યું. આ નિવેદન બાદ હવે પંજાબ કોંગ્રેસના જે નેતાઓ અત્યાર સુધી એકબીજાની વિરુદ્ધમાં હતા, તેમને પણ સાવચેત રહેવાનો સંકેત મળી ગયો છે
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
