<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

યુદ્ધની અસર: સોનું ૪% ઉછળીને ૫,૪૫૦ ડોલરને પાર, શેરબજારમાં ભારે ગભરાટ સાથે કડાકો: મેરિકાનો ડાઉ જોન્સ ૬૨૨ પોઈન્ટ અને નાસ્ડેક ૧૬૦ પોઈન્ટ ગબડ્યા

મુંબઈ/ન્યૂયોર્ક: ઈરાન-અમેરિકા સંઘર્ષની સીધી અસર કોમોડિટી માર્કેટ પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૪% ઉછળીને ૫,૪૫૦ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું છે, જ્યારે ચાંદીમાં ૩.૭%નો વધારો થતા તે ૯૭ ડોલર પર ટ્રેડ કરી રહી છે. બીજી તરફ, શેરબજારમાં ગભરાટ ફેલાયો છે. અમેરિકાનો ડાઉ જોન્સ ૬૨૨ પોઈન્ટ અને નાસ્ડેક ૧૬૦ પોઈન્ટ ગબડ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં પણ ભારે અસ્થિરતા જોવા મળી રહી છે, જે ભારતીય બજાર માટે નકારાત્મક સંકેત છે.

 

(9:59 PM IST)