News of Saturday, 28th February 2026
દુબઈમાં ખળભળાટ: આલીશાન વિસ્તાર પામ જુમેરાહની ઇમારત પર ઈરાની મિસાઇલ ત્રાટકી: ચાર ઘાયલ: લોકોને સત્તાવાર માહિતી ઉપર જ ભરોસો રાખવા અપીલ

દુબઈ: સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના આલીશાન વિસ્તાર પામ જુમેરાહમાં ઈરાની મિસાઇલ ત્રાટકતા ભયનો માહોલ સર્જાયો છે. દુબઈ મીડિયા ઓફિસના જણાવ્યા અનુસાર, એક ઇમારતમાં આગ લાગવાની ઘટના બની હતી જેને સિવિલ ડિફેન્સ દ્વારા કાબૂમાં લેવામાં આવી છે. આ હુમલામાં ૪ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓએ રહેવાસીઓને શાંતિ જાળવવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવા અપીલ કરી છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
