હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 28th February 2026
કતારમાં કટોકટી જેવી સ્થિતિ: યુદ્ધના ભણકારા વચ્ચે કતાર સરકારે દેશભરમાં 'શેલ્ટર-ઈન-પ્લેસ'નો આદેશ જારી કર્યો: તમામ નાગરિકોને સુરક્ષિત સ્થળોએ અથવા પોતાના ઘરમાં રહેવાની સૂચના: અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન દ્વારા મિસાઈલ હુમલાની આશંકા: આજે રાત્રે યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા

યુદ્ધના ભણકારા વચ્ચે કતાર સરકારે દેશભરમાં 'શેલ્ટર-ઈન-પ્લેસ' નો આદેશ જારી કર્યો છે. તમામ નાગરિકોને સુરક્ષિત સ્થળોએ અથવા પોતાના ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મધ્ય પૂર્વમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન દ્વારા મિસાઈલ હુમલાની આશંકાને પગલે આ સાવચેતીનું પગલું લેવામાં આવ્યું છે.
યુદ્ધની ભીતિ અને આર્થિક અસર: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અત્યારથી જ ઉછાળો જોવા મળી રહ્યો છે. જો યુદ્ધ વધુ વકરશે, તો માત્ર તેલ જ નહીં પરંતુ ગેસ સપ્લાય પણ ખોરવાઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક સંગઠનો આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે, પરંતુ હાલના સંજોગો જોતા આજે રાત્રે યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
