News of Saturday, 28th February 2026
ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષના કારણે મધ્ય પૂર્વમાં ભારે તંગદિલી: વિસ્ફોટોના પગલે વિશ્વની સૌથી ઊંચી ઇમારત દુબઈનું બુર્જ ખલીફા ખાલી કરાવાયું: તેની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી: દુબઈના તમામ એરપોર્ટ બંધ: હાઈ એલર્ટ જાહેર: શારજાહ એરપોર્ટ પર પણ તમામ ફ્લાઇટ્સ રદ

દુબઈ/નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા જતા સૈન્ય સંઘર્ષને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
* બુર્જ ખલીફા ખાલી કરાવાયું: દુબઈમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા બાદ સાવચેતીના ભાગરૂપે વિશ્વની સૌથી ઊંચી ઇમારત 'બુર્જ ખલીફા'ને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને તેની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી.
* હવાઈ ક્ષેત્ર અને એરપોર્ટ બંધ: દુબઈના મુખ્ય એરપોર્ટ (ડી એક્સ બી) અને અલ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ડી ડબલ્યુ સી) પર ફ્લાઇટ કામગીરી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. શારજાહ એરપોર્ટ પર પણ તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
