News of Sunday, 1st March 2026
મહારાષ્ટ્રના નાગપુરના કાટોલ તાલુકાના રાઉળ ગામમાં આવેલી 'એસબીએલ એનર્જી લિમિટેડ' નામની વિસ્ફોટક બનાવતી કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ
૧૫ના મોત: ૧૮ ગંભીર: કંપનીના બંને પ્લાન્ટ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યા

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કાટોલ તાલુકાના રાઉળ ગામમાં આવેલી 'એસબીએલ એનર્જી લિમિટેડ' નામની વિસ્ફોટક બનાવતી કંપનીમાં ભીષણ બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ૧૫ કર્મચારીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે ૧૮થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કંપનીના બંને પ્લાન્ટ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. વિસ્ફોટના અવાજથી આસપાસના ગામોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં પ્લાન્ટમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન આ અકસ્માત સર્જાયો હોવાનું મનાય રહ્યું છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
