News of Sunday, 1st March 2026
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધના પડઘા ભારત પર: સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીની માંગ વધતા સોના-ચાંદી અને પેટ્રોલના ભાવ વધવાની શક્યતા
આવતીકાલે સોમવારથી ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલે તેવી પૂરેપૂરી શક્યતા

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઈઝરાયેલ-ઈરાન વચ્ચેના સંઘર્ષની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર પર જોવા મળી રહી છે. રવિવારે થયેલી ભીષણ હિંસા અને યુદ્ધની સ્થિતિને પગલે આગામી સોમવારથી ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલે તેવી પૂરેપૂરી શક્યતા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતાને કારણે રોકાણકારોમાં ડરનો માહોલ છે.
આ યુદ્ધની અસર માત્ર શેરબજાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ સામાન્ય જનતાના ખિસ્સા પર પણ તેની મોટી અસર પડશે. કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ના ભાવમાં વધારો થવાના સંકેતોને પગલે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થઈ શકે છે. આ સિવાય સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીની માંગ વધતા તેના ભાવ પણ આસમાને પહોંચી શકે છે. નિષ્ણાતોના મતે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો મોંઘવારીનો મોટો આંચકો લાગી શકે છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
