News of Sunday, 1st March 2026
'ઈરાન પર એવો હુમલો કરીશું કે, જે પહેલા ક્યારેય જોયો નહીં હોય ' : ટ્રમ્પના ચેતવણી બાદ ઈરાન પર ફરીથી મોટો હુમલો કરવા તૈયારી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે થોડીવાર પહેલા ઈરાની હુમલાઓને જોતા ફરીથી ચેતવણી આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે થોડીવાર પહેલા ઈરાની હુમલાઓને જોતા ફરીથી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે, આ વખતે ઈરાન પર એવો હુમલો કરીશું કે, જે પહેલા ક્યારેય જોયો નહીં હોય. આ નિવેદન બાદ હવે અમેરિકાએ ઈરાન પર ફરીથી મોટો હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. તેહરાનમાં અનેક જગ્યાએ વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. અમેરિકાએ આ હુમલામાં ઈરાનના મિલિટરી ચીફ મુસાવીને ઠાર કર્યા છે.
બીજી તરફ, ઈરાન સતત ઈઝરાયેલ સહિત સમગ્ર મિડલ-ઈસ્ટમાં અમેરિકી સૈન્ય મથકો (બેઝ) પર હુમલા કરી રહ્યું છે. બીજી બાજુ, ઈરાનથી લઈને બગદાદ સુધી લોકો ખામીનેઈના મોતનો શોક મનાવવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
