<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ઈરાનનું નવું નેતૃત્વ મંત્રણા માટે તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત થશે

ખૌફના માહોલ વચ્ચે ઈરાને વાટાઘાટો માટે સંમતિ દર્શાવી હોવાનો ટ્રમ્પનો ધડાકો

ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે ઈરાનનું નવું નેતૃત્વ હવે તેમની સાથે વાત કરવા ઈચ્છે છે અને તેઓ આ મંત્રણા માટે સંમત થયા છે. 

ટ્રમ્પે સ્મિત કરતા કહ્યું હતું કે તેઓએ આ નિર્ણય ઘણો વહેલો લેવો જોઈતો હતો પરંતુ હવે તેઓ મંત્રણા માટે તૈયાર છે. ઈરાનના ટોચના નેતૃત્વના સફાયા બાદ આ બદલાયેલો સૂર અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. 

 

(11:50 PM IST)