News of Sunday, 1st March 2026
અતિ આધુનિક બોમ્બરોનો ઈરાન પર પ્રચંડ હુમલો: ઓપરેશન મિડનાઈટ હેમર હેઠળ ૨૦૦૦ પાઉન્ડના બોમ્બથી ઈરાનના અનેક ઠેકાણાઓનો ભૂકકો બોલાવાયો
મલ્ટીપલ બી-૨એ સ્પિરિટ લોંગ રેન્જ સ્ટીલ્થ બોમ્બરોનો ઉપયોગ કરીને રાત્રિ દરમિયાન ઈરાન પર ભીષણ હુમલા

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે કે મલ્ટીપલ બી-૨એ સ્પિરિટ લોંગ રેન્જ સ્ટીલ્થ બોમ્બરોનો ઉપયોગ કરીને રાત્રિ દરમિયાન ઈરાન પર ભીષણ હુમલા કરવામાં આવ્યા છે. આ ઓપરેશનને મિડનાઈટ હેમર નામ આપવામાં આવ્યું છે, જેમાં અનેક ૨૦૦૦ પાઉન્ડના બોમ્બ ઈરાન પર ફેંકવામાં આવ્યા હતા.
મિઝોરીના વ્હાઇટમેન એરફોર્સ બેઝ પરથી ઉડેલા આ બોમ્બરોએ આશરે ૩૬ કલાક સુધી ઊડીને આ મિશન પાર પાડ્યું હતું. સીએનએન અને ફોક્સ ન્યૂઝના અહેવાલો મુજબ, આ કાર્યવાહી બાદ અમેરિકન બોમ્બરો સફળતાપૂર્વક પરત ફરી રહ્યા છે અને ઈરાનની સૈન્ય ક્ષમતાને મોટું નુકસાન પહોંચ્યું છે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
