<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ઈરાનનો ઓપરેશન ટ્રુ પ્રોમિસ ૪ હેઠળ વળતો પ્રહાર: અમેરિકન બેઝ નિશાન પર: કુવૈતનો અલી અલ સાલેમ એર બેઝ સંપૂર્ણપણે ઠપ્પ થયાનો આઈઆરજીસીનો દાવો

ઈરાની ન્યૂઝ એજન્સીઓનો મોટો દાવો: ૫૬૦ અમેરિકન સૈનિકોના મોત અથવા ઘાયલ થયા: ત્યારે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે આ આંકડો ૧૦ થી પણ ઓછો હોવાનું જણાવ્યું

ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, ઓપરેશન ટ્રુ પ્રોમિસ ૪ હેઠળ સાતમા અને આઠમા તબક્કાના હુમલાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. 

ઈરાને દાવો કર્યો છે કે કુવૈતમાં આવેલા અમેરિકન અલી અલ સાલેમ એર બેઝને હુમલામાં સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યો છે. 

ઈરાની ન્યૂઝ એજન્સીઓ ૫૬૦ અમેરિકન સૈનિકોના મોત અથવા ઘાયલ થવાનો દાવો કરી રહી છે, જોકે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે આ આંકડો ૧૦ થી ઓછો હોવાનું જણાવ્યું છે. 

અલ જઝીરાના અહેવાલ મુજબ સમગ્ર મધ્ય પૂર્વમાં આ હુમલા બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની છે.

 

(11:52 PM IST)