<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ઈરાક સરહદે પ્રચંડ વિસ્ફોટોથી ફફડાટ: એરબીલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો

કુર્દિસ્તાનમાં અમેરિકન કોન્સ્યુલેટ પાસે શ્રેણીબદ્ધ ધડાકાઓથી અફરાતફરી

ઉત્તરી ઈરાકના કુર્દિસ્તાન વિસ્તારમાં આવેલા એરબીલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં રાત્રે મોડેથી છેલ્લા એક કલાકમાં શ્રેણીબદ્ધ પ્રચંડ વિસ્ફોટો થયા છે. 

આ વિસ્ફોટો ખાસ કરીને અમેરિકન કોન્સ્યુલેટની આસપાસના વિસ્તારોમાં નોંધાયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ફોટાઓમાં એરપોર્ટ નજીક ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. 

 

વિવિધ ડિજિટલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલામાં ડ્રોન અથવા મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે અને સ્થાનિક પ્રશાસને હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

 

(11:52 PM IST)