News of Sunday, 1st March 2026
ડોનાલ્ડ ટ્રમ્પનો ભીષણ પ્રહાર: ઈરાનના ૯ નૌકાદળના જહાજો ડૂબાડી દીધા
ઈરાની નેવીના હેડક્વાર્ટરને ફૂંકી માર્યું હોવાની ટ્રૂથ સોશિયલ મીડિયા પર ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરીને મોટો ધડાકો કર્યો છે કે અમેરિકન દળોએ ઈરાનના ૯ નૌકાદળના જહાજોને નષ્ટ કરીને સમુદ્રના તળિયે મોકલી દીધા છે.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે એક અલગ હુમલામાં ઈરાની નેવીના હેડક્વાર્ટરને પણ મોટા પાયે ધ્વસ્ત કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે બાકી રહેલા ઈરાની જહાજો પણ ટૂંક સમયમાં સમુદ્રમાં ડૂબી જશે. એક્સ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે અને ઈરાનના નૌકાદળની ક્ષમતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
