<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ દ્વારા ઈરાન સામે લશ્કરી કાર્યવાહીને લીલી ઝંડી: યુદ્ધની ઘોષણા: રિયાધ પરના હુમલાના પ્રયાસોને કાયરતા ગણાવી મોહમ્મદ બિન સલમાને આપ્યા આકરા આદેશ

ઇસ્લામિક જગતમાં તિરાડ વધુ ઊંડી બની: બે શક્તિશાળી દેશો વચ્ચે સીધો જંગ થવાની શક્યતા વધી ગઈ

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને દેશની સુરક્ષા સાથે બાંધછોડ કરવાનો ઇનકાર કરતા ઈરાન સામે સીધા હુમલાની મંજૂરી આપી દીધી છે. રિયાધ પર કરવામાં આવેલા હુમલાના પ્રયાસોને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવતા ક્રાઉન પ્રિન્સે સ્પષ્ટ કર્યું કે સાઉદી અરેબિયા તેના નાગરિકોની રક્ષા માટે ગમે તે હદ સુધી જશે. જો ઈરાન પોતાની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ બંધ નહીં કરે, તો સાઉદી સેનાને ઈરાનના સૈન્ય લક્ષ્યો પર પ્રહાર કરવાની છૂટ આપવામાં આવી છે. 

 

આ જાહેરાત બાદ ઇસ્લામિક જગતમાં તિરાડ વધુ ઊંડી બની છે અને બે શક્તિશાળી દેશો વચ્ચે સીધો જંગ થવાની શક્યતા વધી ગઈ છે.

 

ક્રાઉન પ્રિન્સે જણાવ્યું હતું કે તેઓ પ્રાદેશિક સ્થિરતા જાળવવા ઈચ્છે છે, પરંતુ આત્મરક્ષણની વાત આવે ત્યારે સાઉદી અરેબિયા મૌન રહેશે નહીં. સાઉદી અરેબિયાના લશ્કરી કમાન્ડરોને હાઈ એલર્ટ પર રહેવા અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. 

 

આ આદેશ બાદ સાઉદી એરફોર્સે તેની સરહદો પર પેટ્રોલીંગ વધારી દીધું છે. ખાસ કરીને રિયાધ અને અન્ય મહત્વના તેલ ઉત્પાદક ક્ષેત્રોની સુરક્ષા માટે એન્ટિ-મિસાઈલ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. વિશ્વના દેશો આ ઘટનાક્રમ પર ચિંતિત છે કારણ કે સાઉદી અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વૈશ્વિક તેલ પુરવઠાને સંપૂર્ણપણે ઠપ કરી શકે છે. સાઉદી સરકારના આ આક્રમક વલણથી પડોશી દેશોમાં પણ ગભરાટ ફેલાયો છે

(12:10 AM IST)