News of Monday, 2nd March 2026
પ્લેટમાં લાડુ મૂકીને ChatGPTને પૂછ્યું, કેટલા છે? ખરેખર AIએ ગણીને વિગતવાર જવાબ આપ્યો
ત્રણેય વાસણોમાં મૂકેલા બેસનના લાડુની સંખ્યા અને ત્રણેયનો સરવાળો કરી આપ્યો

ગુડગાંવ તા.૨: આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને લોકો જાતજાતના સવાલો પૂછતા હોય છે. જોકે ગુડગાંવમાં એક ટેકનોલોજીના પ્રોફેશનલ ભાઈએ પોતાની મમ્મીએ AIનો કયા કામ માટે ઉપયોગ કર્યો એનો અનુભવ શેર કર્યો હતો. AI હવે કોડિગનું કામ કરી લે છે અથવા તો ઇમોશનલ કાઉન્સેલિંગ કરીને ખોટી સલાહો આપે છે એવી ફરિયાદો શરૂ થઈ ગઈ છે ત્યારે અનેક લોકોને લાગી રહ્યું છે કે ગુડગાંવનાં બહેને જે કામ માટે AI નો ઉપયોગ કર્યો એ એકદમ સ્માર્ટ અને પર્ફેક્ટ છે. વાત એમ છે કે બહેને ઘરમાં બેસનના લાડુ બનાવ્યા હતા. લાડુ બનાવીને ત્રણ નાની-મોટી થાળીઓમાં મૂક્યા. તેણે બધાનો સાથે એક ફોટો પાડ્યો અને ChatGPTમાં અપલોડ કરીને પૂછ્યું કે શું આમાં કેટલા લાડુ છે એની ગણતરી કરી આપશે? ChatGPTએ પણ થોડો સમય લઈને એકદમ કહ્યાગરા જીનીની જેમ કાઉન્ટ કરીને આંકડો આપ્યો. માત્ર આંકડો આપ્યો એટલું જ નહીં, ત્રણ અલગ-અલગ સાઇઝનાં વાસણોનો હિસાબ આપ્યો. ત્રણેય વાસણોમાં મૂકેલા બેસનના લાડુની સંખ્યા અને ત્રણેયનો સરવાળો કરી આપ્યો. એટલું જ નહીં, પાછું પૂછ્યું કે શું હજીયે વધુ બારીક વિશ્લેષણ સાથે લાડુની સંખ્યા જોઈએ છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
