News of Monday, 2nd March 2026
૧,૦૦૦ લક્ષ્યો પર હવાઈ હુમલા, ૨,૦૦૦ બોમ્બ ફેંકાયા
ઈરાન પર હુમલાનો ત્રીજો દિવસ યુદ્ધમાં હિઝબુલ્લાહ પણ સામેલ ઇઝરાયલે લેબનોનમાં ૫૦ ગામો ખાલી કરાવ્યા

તેલ અવીવ/તેહરાન તા.૨: આજે ઇઝરાયલ-અમેરિકા-ઈરાન યુદ્ધનો ત્રીજો દિવસ છે. અલ-જઝીરા અનુસાર, અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ૧,૦૦૦ થી વધુ ઇરાની લક્ષ્યો પર હુમલો કર્યો, જેમાં પહેલા ૩૦ કલાકમાં ૨,૦૦૦ થી વધુ બોમ્બ ફેંકાયા. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં તેહરાન પર હુમલાઓ વધુ તીવ્ર બનશે. ઈરાને ઈઝરાયલ સહિત નવ દેશોમાં યુએસ બેઝ પર હુમલો કરીને બદલો લીધો છે. ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા સંઘર્ષના પહેલા દિવસે બોમ્બ ધડાકામાં ઈરાની સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું હતું. દરમિયાન, લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ પણ યુદ્ધમાં જોડાયું છે, ઇઝરાયલમાં અનેક સ્થળોએ બોમ્બ ધડાકા કર્યા છે. દરમિયાન, ઇઝરાયલે સરહદ પર લેબનોનમાં ૫૦ ગામો ખાલી કરાવ્યા છે.
ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનની રાજધાની તેહરાન સહિત ૧૦ મુખ્ય શહેરોને નિશાન બનાવ્યા છે. અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને ૭૪૦ થી વધુ ઘાયલ થયા છે. એક મિસાઈલ એક શાળા પર વાગી, જેમાં ૧૮૦ વિદ્યાર્થીનીઓ માર્યા ગયા અને ૪૫ ઘાયલ થયા
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
