<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્‍ચે પીએમ મોદીએ યોજી CCSની બેઠકઃ ફસાયેલા ભારતીયોને મદદ કરવાના નિર્દેશ

હોર્મુઝ સ્‍ટ્રેટમાં તેલના પુરવઠા અને લાખો ભારતીયોની સલામતી માટે સમીક્ષા

નવી દિલ્‍હી, તા.૨: રાજસ્‍થાન અને ગુજરાત સહિતના ચાર રાજ્‍યોના પ્રવાસથી રાત્રે પરત ફરતાની સાથે જ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ મધ્‍ય પૂર્વમાં ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની સ્‍થિતિને ગંભીરતાથી લીધી છે. ઈરાન અને ઈઝરાયલ વચ્‍ચે વધી રહેલા સીધા સંઘર્ષને જોતા પીએમ મોદીએ મોડી રાત્રે કેબિનેટ કમિટી ઓન સિકયુરિટીની તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય પાંખના વડાઓ સાથે પヘમિ એશિયામાં સર્જાયેલી ભૌગોલિક-રાજકીય અસ્‍થિરતા પર ઊંડી ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ઈરાનના સર્વોચ્‍ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મળત્‍યુ બાદ બદલાયેલા સમીકરણો પર ભારત અત્‍યંત સાવધ નજર રાખી રહ્યું છે.

વડાપ્રધાને માત્ર આંતરિક સુરક્ષા જ નહીં, પરંતુ વૈશ્વિક સ્‍તરે શાંતિ સ્‍થાપવા માટે પણ મોરચો સંભાળ્‍યો છે. તેમણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂ અને UAEના પ્રમુખ શેખ મોહમ્‍મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. પીએમ મોદીએ સંઘર્ષને તાત્‍કાલિક રોકવાની હિમાયત કરતા સ્‍પષ્ટ કર્યું કે ભારત હંમેશા શાંતિ અને સ્‍થિરતાના પક્ષમાં છે. UAE પર થયેલા હુમલાઓની આકરી નિંદા કરવાની સાથે તેમણે ત્‍યાં વસતા ભારતીય સમુદાયની સુરક્ષા સુનિヘતિ કરવા બદલ આભાર પણ માન્‍યો હતો. નેતન્‍યાહૂ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ નાગરિકોની સુરક્ષા અને માનવીય અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો.

ભારત માટે સૌથી મોટી ચિંતા હોર્મુઝ સ્‍ટ્રેટ પર સર્જાયેલું સંકટ છે, જે વૈશ્વિક તેલ વ્‍યાપારનો મુખ્‍ય માર્ગ છે. CCSની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે જો આ માર્ગ બંધ થાય તો ભારતના ઊર્જા પુરવઠા અને અર્થતંત્ર પર તેની ગંભીર અસર પડી શકે છે. ઈરાન અને ઈઝરાયલમાં વસતા હજારો ભારતીયો ઉપરાંત ખાડી દેશોમાં રહેતા આશરે ૯૦ લાખ ભારતીયોની સુરક્ષા સરકાર માટે સર્વોચ્‍ચ પ્રાથમિકતા છે. વિદેશ મંત્રાલય દ્વારા દૂતાવાસોને એલર્ટ કરી દેવામાં આવ્‍યા છે અને કોઈપણ કટોકટીની સ્‍થિતિમાં ભારતીયોને સલામત રીતે બહાર કાઢવા માટેની ઇવેકયુએશન બ્‍લુપ્રિન્‍ટ પર પણ વિચારણા કરવામાં આવી છે.

વર્તમાન સંજોગોમાં ભારતની ભૂમિકા અત્‍યંત મહત્‍વની બની રહી છે, કારણ કે ભારત બંને પક્ષો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. CCSની બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ, ભારત રાજદ્વારી ચેનલો દ્વારા તણાવ ઘટાડવાના પ્રયાસો ચાલુ રાખશે. વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અને ભારતીય શિપમેન્‍ટ્‍સ અટવાય નહીં તે માટે પણ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા આદેશ અપાયા છે. આગામી દિવસોમાં પヘમિ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરાય તો ભારત પોતાની વ્‍યૂહાત્‍મક સ્‍વાયત્તતા જાળવી રાખીને દેશના હિતોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.

(11:53 AM IST)