<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

નેતન્યાહૂના કાર્યાલય અને ઇઝરાયલી વાયુસેના કમાન્ડરના નિવાસ સ્થાન પર મિસાઈલ હુમલો :ઈરાનનો મોટો દાવો

ઇરાનના નવા હુમલા બાદ ઈઝરાયલમાં એલર્ટ : મિસાઈલ ચેતવણીને પગલે તેલ અવીવ અને જેરુસલેમમાં સાયરનો વાગ્યા : જેરૂસ્લેમના અલ ફૂડ્સમાં મોટો વિસ્ફોટના અહેવાલ

જેરુસલેમઃ અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરીને મધ્યપૂર્વમાં ભારે તણાવપૂર્ણ માહોલ સર્જ્યો છે. જેવામાં હવે ઈરાન પણ જબાવી હુમલો કરી રહ્યું છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત બાદ ઈરાન બદલો લેવા માટે સતત ચેતવણી આપી રહ્યું છે. આ દરમિયાન ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે તેમણે તેલ અવીવમાં નેતન્યાહૂના કાર્યાલય અને ઇઝરાયલી વાયુ સેનાના કમાન્ડરના નિવાસસ્થાન પર હુમલો કર્યો છે.  

 નેતન્યાહૂના કાર્યાલય પર હુમલો કર્યો હોવાનો ઈરાનનો દાવો સાચો છે તો સ્થિતિ વધારે વિકટ બની શકે છે. IRGC નો દાવો છે કે, આ હુમલા બાદ નેતન્યાહૂના હાલ  કેવા છે તે અંગે કઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ ઇઝરાયલના નેતૃત્વમાં મોટો હડકંપ મચી ગયો છે. દાવા પ્રમાણે ખૈબર મિસાઈલો દ્વારા ઇઝરાયેલી વાયુ સેના કમાન્ડરના ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો છે. 

    ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ હવે યુએસ-ઇઝરાયલી સંયુક્ત કાર્યવાહીમાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇની હત્યા બાદ વધી ગયો છે. જવાબમાં તેહરાન અને તેના સાથી લશ્કરોએ ઇઝરાયલી શહેરો અને ગલ્ફ ક્ષેત્રમાં યુએસ બેઝ પર મિસાઇલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા છે, અને નેતન્યાહૂની કાર્યાલય પર પણ હુમલો કર્યો હોવાનો ઈરાને દાવો કર્યો છે. પરંતુ ઇઝરાયલ દ્વારા ઈરાનના આ હુમલાના દાવોને નકારી દેવામાં આવ્યો છે

(9:59 PM IST)