News of Monday, 2nd March 2026
ઈરાન-ઈઝરાયલ સંઘર્ષથી ભારતના 10,944 કરોડના બાસમતી ચોખાના નિકાસ બજાર પર સંકટ મંડરાયુ
ભારતના બાસમતી ચોખાના નિકાસમાં 25 ટકા હિસ્સો ઈરાનને જાય છે, જ્યારે ઈરાકનો હિસ્સો આશરે 20 ટકા:બંને દેશો મળીને વાર્ષિક 2 મિલિયન ટનથી વધુ બાસમતી ચોખાની નિકાસ

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ ભારતના રૂપિયા 10,944 કરોડના બાસમતી ચોખાના નિકાસ બજાર સામે જોખમ સર્જ્યું છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ચુકવણીની અનિશ્ચિતતા ભારતીય નિકાસકારોને અસર કરી રહી છે
ભારત-ઈરાન યુદ્ધને લીધે ભારતથ બાસમતી ચોખાની નિકાસ ખૂબ જ ખરાબ રીતે અસર થઈ રહી છે. ઈરાન કે જે ભારતની સૌથી મોટું બજાર છે. ત્યાં અનિશ્ચિતતા વધવાશી વ્યાપાર ઠપ્પ થઈ જવાની સ્થિતિમાં છે. રિયાલનું સતત ઘટી રહેલું મૂલ્ય, વધતી ક્રુડ ઓઈલની કિંમત અને ટેરિફની અસરથી ભારતીય નિકાસકર્તાઓની ચિંતા વધી ગઈ છે.
ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હુમલા તથા ઈરાનના ઓઈલ ફિલ્ડ્સ પર જોખમની આશંકાએ પશ્ચિમ એશિયામાં તણાવ વધારી દીધો છે.આ વધતી અનિશ્ચિતતાની સીધી અસર ભારતના વધતા આર્થિક હિત પર જોવા મળી છે. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત વધવા લાગી છે, તેને લીધે ભારત જેવા આયાતકર્તા દેશ પર વધારે બોજ પડી શકે છે, જોકે ઓઈલની સાથે સાથે ભારતના બાસમતી ચોખની નિકાસને અસર થઈ રહી છે. ઈરાન ભારતીય બાસમતી ચોખાનું સૌથી મોટું બજાર છે, અને આ યુદ્ધથી આ વ્યાપાર પર સંકટ સર્જાયું છે. ભારત એકલા ઈરાનમાં રૂપિયા 10,944 કરોડનું મૂલ્ય ધરાવતા બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવતી હતી.
યુદ્ધ પહેલા છેલ્લા બે મહિનામાં ઈરાની આયાતકારોએ ભારતમાંથી બાસમતી ચોખાના મોટા ઓર્ડર આપ્યા હતા. આ વધતી માંગને કારણે ભારતના સ્થાનિક બજારો પર અસર પડી, જેના કારણે બાસમતી ચોખાના ભાવ પ્રતિ કિલોગ્રામ લગભગ 10 રૂપિયા વધ્યા. નિકાસકારોને સારા વર્ષ માટે આશા હતી પરંતુ યુદ્ધના સમાચાર તીવ્ર બનતા બજારમાં અનિશ્ચિતતા વધી. હવે નિકાસકારો ચિંતિત છે કે શું તેમના ઓર્ડર પૂરા થશે અને શું તેમને સમયસર ચુકવણી મળશે.
ઓલ ઈન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશન પ્રમાણે ભારતના બાસમતી ચોખાના નિકાસમાં આશરે 25 ટકા હિસ્સો ઈરાનને જાય છે, જ્યારે ઈરાકનો હિસ્સો આશરે 20 ટકા છે. આ બંને દેશો મળીને વાર્ષિક 2 મિલિયન ટનથી વધુ બાસમતી ચોખાની નિકાસ કરે છે, જેની કિંમત રૂપિયા 18,267 કરોડથી વધુ છે. ગયા વર્ષે ભારતે એકલા ઈરાનને આશરે રૂપિયા 10,944 કરોડના બાસમતી ચોખાની નિકાસ કરી હતી. જો યુદ્ધ ચાલુ રહે તો આ વેપારને ગંભીર અસર થઈ શકે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ (DGCIS) પ્રમાણે ભારતે 2024-25 દરમિયાન ઈરાનને રૂપિયા 8,897 કરોડના કૃષિ ઉત્પાદનોની નિકાસ કરી હતી, જેમાંથી એકલા બાસમતી ચોખાનો હિસ્સો રૂપિયા 6,374 કરોડ હતો. હાલમાં ઈરાન કુલ બાસમતી નિકાસમાં 12.67 ટકા હિસ્સો ધરાવે છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
