<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે જેદ્દાહથી ખાસ રેસ્ક્યુ ઓપરેશન

3 માર્ચે કુલ 10 સ્પેશિયલ ફ્લાઈટ્સ ઉડાન ભરીને મુસાફરોને ભારત લાવશે :કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મોટી જાહેરાત કરી

નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મોટી જાહેરાત કરી છે. જેદ્દાહથી ભારત માટે ખાસ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવશે. 3 માર્ચે કુલ 10 સ્પેશિયલ ફ્લાઈટ્સ ઉડાન ભરીને મુસાફરોને ભારત લાવશે. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા આ વિશેષ ફ્લાઈટ્સ સંચાલિત કરવામાં આવશે. અમદાવાદ અને મુંબઈ સહિતના મુખ્ય શહેરોમાં વિમાનો લેન્ડિંગ કરશે. સરકારના આ નિર્ણયથી વિદેશમાં ફસાયેલા ભારતીયો અને તેમના પરિવારજનોને મોટી રાહત મળશે.

 

(12:12 AM IST)