News of Tuesday, 3rd March 2026
દિલ્હીમાં અમેરિકન દૂતાવાસો બહાર સુરક્ષા વધારી દેવાઈ
દૂતાવાસ અને આસપાસના વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ઈરાન-અમેરિકા યુદ્ધની વધતી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે. અમેરિકન દૂતાવાસ અને આસપાસના વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દૂતાવાસ બહાર સુરક્ષા દળો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. દિલ્હી પોલીસ સમર્થકો અને વિરોધીઓની હલચલ પર નજીકથી નજર રાખી રહી છે. કોઈપણ પ્રકારના પ્રદર્શન અથવા ભેગા થવા માટે મંજૂરી આપવામાં આવી નથી.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
