તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર : ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે ચૂંટણી
વિપક્ષના નેતા દેબબ્રત સૈકિયાને નઝીરાથી અને સાંસદ રકીબુલ હુસૈનના પુત્ર તંઝીલ હુસૈનને સમાગુરીથી ટિકિટ :પૂર્વ પ્રદેશ પ્રમુખ રિપુન બોરાને બરચલ્લાથી મેદાનમાં ઉતરશે : જાણો કોને ક્યાતહિ મળી ટિકિટ

આસામમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસે મંગળવારે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે
કોંગ્રેસ પાર્ટીએ 2026 ની આસામ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પોતાની પહેલી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 42 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સાંસદ અને આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ આસામની જોરહાટ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. AICC એ સોશિયલ મીડિયા પર ઉમેદવારોની યાદી જાહેર કરી. પહેલી યાદીમાં પ્રદેશ પ્રમુખ ગૌરવ ગોગોઈને જોરહાટથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે વિપક્ષના નેતા દેબબ્રત સૈકિયાને નઝીરાથી ટિકિટ આપવામાં આવી છે. ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ રિપુન બોરાને બરચલ્લાથી ટિકિટ આપવામાં આવી છે.
પહેલી યાદીમાં બે સાંસદોના પુત્રો માટે પણ ટિકિટનો સમાવેશ થાય છે. સાંસદ રકીબુલ હુસૈનના પુત્ર તંઝીલ હુસૈનને સમાગુરીથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સાંસદ પ્રદ્યુત બરદોલોઈના પુત્ર પ્રતિક બરદોલોઈ માર્ગેરિટાથી ચૂંટણી લડશે. જોકે, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની બેઠક કોંગ્રેસ પાર્ટીની પહેલી યાદીમાં સૂચિબદ્ધ નથી.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
