News of Wednesday, 4th March 2026
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ઘેરી અસર: દેશોમાંથી થતા ઇંધણના સપ્લાયમાં અવરોધ આવતા ગુજરાતના મોરબીનો સુપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ બંધ થવાના આરે, લાખો શ્રમિકોની રોજીરોટી જોખમમાં: પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો

મોરબી: પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવની સીધી અસર હવે ગુજરાતના મોરબી સ્થિત વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગલ્ફ દેશોમાંથી થતા ઇંધણના સપ્લાયમાં અવરોધ આવતા મોરબીના સેંકડો કારખાનાઓ બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે.
* પ્રોપેન ગેસની અછત: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (દરિયાઈ માર્ગ) પ્રભાવિત થતા પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો છે. મોરબીના ૭૦ ટકાથી વધુ એકમો પ્રોપેન ગેસ પર નિર્ભર છે.
* રોજગારી પર સંકટ: જો આગામી ૨ થી ૩ દિવસમાં ગેસનો પુરવઠો સામાન્ય નહીં થાય, તો ઉદ્યોગકારોએ ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરવું પડશે. આ સ્થિતિમાં ઉદ્યોગ સાથે જોડાયેલા આશરે ૪ લાખ જેટલા શ્રમિકોની રોજીરોટી પર સંકટ આવી શકે છે તેમ જાણકારો માને છે.
* આર્થિક નુકસાન: ગેસ સપ્લાયમાં ૫૦ થી ૭૦ ટકાનો ઘટાડો કરવામાં આવતા કારખાનેદારોને દૈનિક કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ગુજરાત ગેસ દ્વારા પણ ઔદ્યોગિક વપરાશ માટે ગેસના પુરવઠામાં કાપ મૂકવામાં આવ્યો છે.
* નિકાસને ફટકો: ગલ્ફ દેશોમાં થતી ટાઇલ્સની નિકાસમાં પણ ૨૦ થી ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો છે, કારણ કે અનેક માલવાહક જહાજો દરિયાઈ માર્ગે અટવાઈ પડ્યા છે. *
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
