<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

કેટલાક લોકોની ધમકીથી ડરીને એવા કોઈ કામ નહિ કરીએ જે વિશ્વને હાનિકારક હોય: સ્પેનના પીએમનો ટ્રમ્પને જવાબ

સ્પેને ઈરાન સામેના યુદ્ધમાં જોડાવાનો ઇનકાર કરતા ટ્ર્મપે વેપાર કાપી નાખવાની ધમકી આપી હતી

નવી દિલ્હી : મધ્યપૂર્વમાં તણાવની સ્થિતિ વચ્ચે સ્પેને ઈરાન સામેના યુદ્ધમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો  ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા અને વેપાર કાપી નાખવાની ધમકી પણ આપી હતી ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ, સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે એક નિવેદન બહાર પાડ્યું હતું . તેમણે કહ્યું કે, ફક્ત થોડા વ્યક્તિઓની ધમકીઓને કારણે, અમે એવી કોઈપણ બાબતમાં ભાગ લઈશું નહીં જે વિશ્વ માટે હાનિકારક હોય અને અમારા મૂલ્યો અને હિતોની વિરુદ્ધ હોય. તેમણે વધુમાં કહ્યું કે અમને અમારા દેશની આર્થિક, સંસ્થાકીય અને નૈતિક શક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ છે. ઈરાન અંગે, તેમણે આગળ કહ્યું કે અમારું વલણ એ છે કે કોઈ યુદ્ધ ન થવું જોઈએ.

(7:18 PM IST)