<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

એક સપ્તાહમાં ઈરાનના હવાઈ વિસ્તાર પર પુરી રીતે નિયંત્રણ મેળવી લેશે :અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથ

તેમણે કહ્યું કે ઈરાનની મિસાઈલ અને સંરક્ષણ માળખાની સાથે સાથે તેમના સૈન્ય નેતાઓને નિશાનો બનાવવામાં આવશે

અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે કહ્યું કે ગઈકાલે અમે તેમનું જહાજ તોડી પાડ્યું. સાથે જ કહ્યું કે આ કાર્યવાહી હિંદ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવી. તેની સાથે જ તેમને મોટું નિવેદન આપતા કહ્યું કે એક અઠવાડિયાની અંદર અમેરિકા અને ઈઝરાયેલ વાયુસેના ઈરાનના હવાઈ વિસ્તાર પર પુરી રીતે નિયંત્રણ મેળવી લેશે. 

  રક્ષા મંત્રી હેગસેથના જણાવ્યા મુજબ આ અભિયાન દિવસ-રાત ચાલશે. સાથે જ તેમને કહ્યું કે ઈરાનની મિસાઈલ અને સંરક્ષણ માળખાની સાથે સાથે તેમના સૈન્ય નેતાઓને નિશાનો બનાવવામાં આવશે. તેમનું કહેવું હતું કે તેહરાન અને અન્ય પ્રમુખ વિસ્તારોની ઉપર માત્ર અમેરિકા અને ઈઝરાયેલની હવાઈ તાકાત જોવા મળશે. આ નિવેદન બાદ વિસ્તારમાં તણાવ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

(11:09 PM IST)