News of Thursday, 5th March 2026
કંપનીના MDએ જેકેટ પર પ્રિન્ટ કરાવ્યા ૬૦૦ કર્મચારીઓના ફોટો
NSEમાં કંપનીનું લિસ્ટિંગ કરાવવાના મોટા અવસરે એમ્પ્લોઈઝના યોગદાનને બિરદાવવાની અનોખી રીત

મુંબઇ તા.૫: ક્લીનમેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર સોમવારે કંપનીનું લિસ્ટિંગ કર્યું હતું. આ ક્ષણ માત્ર કંપનીના ડિરેક્ટર્સ માટે જ નહીં પણ કંપનીના એમ્પ્લોઈઝ માટે પણ યાદગાર બની હતી. કંપનીના મેનેજિગ ડિરેક્ટર (MD) કુલદીપ જૈને તેમની કંપનીના ૬૦૦ કર્મચારીઓના ફોટો પ્રિન્ટ કરાવેલું સ્પેશ્યલ ડિઝાઇનર જેકેટ પહેરીને માર્કેટ શરૂ કરવાની બેલ વગાડી હતી.
આખી ટીમને સાથે લઈને નવી શરૂઆત કરવાનો કુલદીપ જૈનનો આ કન્સેપ્ટ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો અને યુઝર્સે આ કન્સેપ્ટની ભરપૂર પ્રશંસા પણ કરી હતી.
ક્લીનમેક્સનાં ચીફ પીપલ એન્ડ કલ્ચર ઓફિસર સ્વેતા સજનાણીએ આ સ્પેશ્યલ જેકેટ પાછળની સ્ટોરી શેર કરી હતી જેમાં લિસ્ટિંગ સેરેમની માટે જેકેટ તૈયાર થાય એ પહેલાં કર્મચારીઓના ફોટો-શૂટથી માંડીને ફાઇનલ સિલાઈ સુધીની આખી સફરના ડોક્યુમેન્ટેશનનો વિડિયો બતાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘શેરબજારમાં લિસ્ટિંગ જેવી મોટી સિદ્ધિ ક્યારેય એક વ્યક્તિનું કામ નથી. કંપનીના બધા જ કર્મચારીઓની મહેનતનું એ પરિણામ છે.' ક્લીનમેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ વ્યવસાય માટે રૂફટોપ સોલર અને રિન્યુએબલ પાવર જેવા પાવર સોલ્યુશન માટે જાણીતી છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
