News of Thursday, 5th March 2026
ચાંદીમાં ૪૦૦૦ તૂટયા : સોનુ સ્થિર
ચાંદીના ભાવ ઘટીને ર,૬૮,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., પઃ બુલીયન માર્કેટમાં ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર યથાવત રહયો છે. આજે વધુ ૪૦૦૦ રૂા. તૂટયા હતા.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૪,૦૦૦ રૂા. ઘટયા હતા. આજે સવારે બજારો ખુલી ત્યારે ચાંદી ૧ કિલોના ભાવ ર,૭ર,૦૦૦ રૂા. હતા તે ઘટીને બપોરે ર.૦૦ વાગ્યે ૧,૬૮,૦૦૦ રૂા. થઇ ગયા હતા. અમેરીકા અને ઇરાન વચ્ચે યુધ્ધની પરિસ્થિતિમાં ચાંદીના ભાવ ર,૯૮,૦૦૦ રૂા.ની સપાટીએ પહોંચ્યા બાદ ક્રમશઃ ભાવઘટાડો થઇ રહયો છે. જો કે સોનાના ભાવમાં આજે ખાસ વધઘટ ન હતી. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૬૬,૦૦૦ રૂા.ની સપાટીએ સ્થિર રહયા હતા.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
