<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

ઈરાનમાં ફસાયેલા કાશ્‍મીરી વિદ્યાર્થીઓને તેહરાનથી કોમ શહેર ખસેડાયા : અસ્‍થિર સ્‍થિતિ વચ્‍ચે ચિંતાતુર વાલીઓએ બાળકોને એરલિફ્‌ટ કરવાની કરી માંગ

વાલીઓએ જણાવ્‍યું હતું કે માત્ર સ્‍થળાંતર કરવાથી બાળકો સુરક્ષિત નથી, કારણ કે સમગ્ર ઈરાનમાં સ્‍થિતિ અનિヘતિ છે

ઈરાનમાં વધતા પ્રાદેશિક તણાવ અને અસ્‍થિર સુરક્ષા સ્‍થિતિને પગલે ત્‍યાં મેડિકલ અને અન્‍ય અભ્‍યાસ કરી રહેલા સેંકડો કાશ્‍મીરી વિદ્યાર્થીઓને તેહરાનથી સુરક્ષિત રીતે કોમ શહેર ખાતે ખસેડવામાં આવ્‍યા છે. તેહરાનમાં ભારતીય દૂતાવાસ અને ઓલ ઈન્‍ડિયા મેડિકલ સ્‍ટુડન્‍ટ્‍સ એસોસિએશનના સંકલનથી વિદ્યાર્થીઓને વિશેષ બસો દ્વારા ખસેડાયા છે. જોકે, કાશ્‍મીરમાં રહેતા તેમના વાલીઓ ભારે ચિંતામાં છે. શ્રીનગરમાં પ્રેસ કોલોની ખાતે એકઠા થયેલા વાલીઓએ જણાવ્‍યું હતું કે માત્ર સ્‍થળાંતર કરવાથી બાળકો સુરક્ષિત નથી, કારણ કે સમગ્ર ઈરાનમાં સ્‍થિતિ અનિヘતિ છે.

ઉર્દૂ મીડિયાના અહેવાલો મુજબ, ઘણા વિદ્યાર્થીઓના પ્રવાસ દસ્‍તાવેજો (ડોકયુમેન્‍ટેશન)માં વિલંબ થવાને કારણે તેઓ એડવાઈઝરી છતાં પરત આવી શકયા નહોતા. વાલીઓએ કેન્‍દ્ર સરકાર અને ઉપરાજ્‍યપાલ મનોજ સિન્‍હાને અપીલ કરી છે કે જે રીતે ભૂતકાળમાં સંકટ સમયે ભારતીયોને બહાર કાઢવામાં આવ્‍યા હતા, તે જ રીતે આ વિદ્યાર્થીઓને પણ તાત્‍કાલિક એરલિફ્‌ટ કરીને ભારત લાવવામાં આવે. 

(3:57 PM IST)